10,000 crore relief package for Gujarat farmers : ગુજરાતમાં થયેલ કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ખુબજ મોટું નુક્સાન થયું હતું જેના કારણે ખેડૂતો ખુબજ મોટી મુશ્કેલીમા મુકાઈ ગયા હતા, અમુક ખેડૂતોએ તો કમોસમી વરસાદથી થયેલ નુકશાન સહન ન થતાં આત્મહત્યા પણ કરી લીધી હતી પરંતુ હાલ 7 નવેમ્બર 2025 ના રોજ સાંજે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા ગુજરાતના ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર જાહેર કર્યા છે. તેમને કમોસમી વરસાદથી થયેલ નુકશાન માટે રૂપિયા 10,000 કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું છે જેમાં જે ખેડૂતોને નુક્સાન થયું છે તેમને તેમની જમીન અને થયેલ નુકશાન આધારીત રાહત પેટે રુપિયા આપવામાં આવશે.
CM ભુપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, ગુજરાતમાં ગત બે દાયકામાં ન થયો હોય એ પ્રકારનો અસાધારણ કમોસમી વરસાદ આ વર્ષે થતા રાજ્યના વિવિધ જિલ્લાના ખેડૂતોના પાકને મોટું નુકસાન થયું છે. આ સંદર્ભે, મેં તથા મારા સાથી મંત્રીશ્રીઓએ જુદા-જુદા જિલ્લાઓમાં જઈને અસરગ્રસ્ત ખેડૂતોની સાથે પ્રત્યક્ષ વાતચીત કરીને તેમની સ્થિતિ જાણી હતી. કુદરતી આપત્તિની આ ઘડીમાં ધરતીપુત્રોની વ્યથાને સમજીને રાજ્ય સરકાર પૂરી સંવેદનાથી તેમની પડખે ઊભી છે.

CM ભુપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, રાજ્યભરના ખેડૂતોના પાકને થયેલા વ્યાપક નુકસાન સામે તેમની લાગણીને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા ધરતીપુત્રો માટે આશરે રૂપિયા 10 હજાર કરોડના રાહત-સહાય પેકેજની જાહેરાત કરું છું. આ ઉપરાંત, રાજ્ય સરકાર 9 નવેમ્બરથી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે આશરે રૂ. 15,000 કરોડથી વધુના મૂલ્યની મગફળી મગ, અડદ અને સોયાબીનની ખરીદી કરવા પણ જઈ રહી છે. અન્નદાતાઓની આર્થિક સુખાકારીની ચિંતા પોતાના માથે લઈને રાજ્ય સરકાર તેમની સહાયતા માટે હંમેશા પ્રતિબદ્ધ હતી, છે અને રહેશે તેવો વિશ્વાસ આપું છું.
ખેડુતોને કેટલી સહાય મળશે ?
હાલ કમોસમી વરસાદથી થયેલ નુકશાન માટે રાજ્ય સરકારે ₹ 10,000 કરોડ રૂપિયાની જાહેરાત કરી છે , રાજ્ય સરકારના સર્વ મુજબ જે ખેડૂતોને કમોસમી વરસાદથી નુક્સાન થયું છે તેમને દર 1 હેકટર 22,000 ₹ આપવામાં આવશે તથા એક ખેડૂતને વધુમાં વધુ 2 એકર જમીન સુધી સહાય મળશે.
જો તમારી પાસે 2 હેકટર કરતા વધુ જમીન હોય તો તમને 2 હેક્ટરની જ સહાય મળશે વધું સહાય મળશે નહીં. તેવી જ રિતે જો તમારી પાસે 1 હેકટરથી ઓછી હોય તો તમને 22000 ₹ મળશે નહીં પરંતુ તમારી જમીન મુજબ ગણતરી આપવામાં આવશે.
- 1 હેકટર જમીન હોય તો મળશે 22000 ₹
- 2 હેકટર જમીન હોય તો મળશે 44,000 ₹
- 2 હેકટર કરતા વધુ ગમે તેટલી વધુ જમીન હોય તો મળશે 44,000 ₹
વર્ષ 2025 માં કમોસમી વરસાદથી થયેલ નુકશાનમાં ખેડુતોને 1 હેકટરે કેટલા રૂપિયાની સહાય મળશે ?
1 હેકટરે 22,000 ₹ ની સહાય મળશે.
વર્ષ 2025 માં કમોસમી વરસાદથી થયેલ નુકશાનમાં ખેડુતોને કેટલી સહાય મળશે ?
વધુમાં વધુ 2 હેકટર જમીન સુધી સહાય મળશે.
- 1 હેકટર જમીન હોય તો 22,000 ₹ મળશે.
- 2 હેકટર હોય કે તેથી વધુ જમીન હોય તો 44,000 ₹ ની સહાય મળશે.
1 હેકટર એટલે કેટલા વિઘા થાય ?
- 1 હેકટર એટલે 6.25 વિઘા જમીન થાય.
- 1 હેકટર એટલે 2.47 એકર
- 1 એકર એટલે 2.50 વિઘા







15 day
Nukshan
Motabhau ma nuksan thyu she
Farmers dangar
પાક ડાંગર, ખરાબ થવા થી નુકસાન થયું છે.
VARSHAD NA LIDHE MOTU NUKSAN
15000 tagar kpash tuver soyabin
મગફળી નો નુકસાન થયું છે
ડાંગર ખરાબ થવાથી નુકશાન થયું
5 વીઘા જમીન માં નુકસાન થયું છે
મગફળી 5 વિગા