WhatsApp Group Join Now
Telegram Group Join Now

ફોરેસ્ટગાર્ડ (વનરક્ષક) ભરતી 2025 , ધોરણ 12 પાસ પર ભરતી જાહેર | Forest Guard Recruitment 2025

Forest Guard Recruitment 2025 : ગુજરાત ગૌણ સેવા પસંદગી બોર્ડ (GSSSB) દ્વારા દિવ્યાંગ ઉમેદવારો માટે વર્તમાન ફોરેસ્ટ ગાર્ડ ની ન્યુ ભરતી જાહેર કરેલ છે. આ ભરતીમાં ફોર્મ ભરવાનું ચાલું 30 જુલાઇ થી ચાલું થઈ ગયું છે તથા ફોરેસ્ટ ગાર્ડની આ ભરતીમાં ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ 9 ઓગસ્ટ 2025 છે .

આ ફોરેસ્ટગાર્ડની ભરતી 12 પાસ પર કુલ 157 જગ્યાઓ પર જાહેર કરેલ છે.આ ભરતીની વિગતવાર સંપૂર્ણ માહિતી આજનાં આ લેખમાં જોઈશું જેમ કે પોસ્ટ, શૈક્ષણિક લાયકાત, ઉંમર મર્યાદા, પગાર, પરિક્ષાનો સિલેબસ, ફિઝિકલ ટેસ્ટ, ફોર્મ ભરવાની પ્રક્રિયા જેવી સંપુર્ણ માહિતી તેથી લેખ સંપૂર્ણ કાળજીપૂર્વક વાચી આજ આપેલ યોગ્યતા ધરાવતા હોય અને ફોર્મ ભરવા ઈચ્છતા હોય તો વહેલી તકે ફોર્મ ભરી દેવું.

 

Forest Guard Recruitment 2025 highlight

ભરતી કરનાર સંસ્થા ગૌણ સેવા પસંદગી મંડળ
પોસ્ટનું નામ ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ
કુલ જગ્યાઓ 157
નોકરીનું સ્થળ ગુજરાત
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 9 ઓગસ્ટ 2025
ઓફિશીયલ વેબસાઈટ ojas.gujarat.gov.in

 

ખાલી જગ્યાઓની વિગતો

  • આ ભરતી ફક્ત દિવ્યાંગ ( વિકલાંગ )ઉમેદવારો માટે છે અને તે શ્રેણી માટે વિશિષ્ટ અનામત ધોરણોનું પાલન કરે છે. કોઈ અલગ અનામત (SC/ST/OBC/વગેરે) લાગુ પડતું નથી.

 

શૈક્ષણિક લાયકાત

  • ધોરણ 12 પાસ કરેલ હોવું જોઈએ અથવા સરકારે માન્ય કરેલી તેને સમકક્ષ લાયકાત ધરાવતો હોવો જોઈશે.
  •  ગુજરાત મુલકી સેવા વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો, ૧૯૬૭માં ઠરાવ્યા પ્રમાણેની કોમ્પ્યુટરના ઉપયોગ અંગેની પાયાની જાણકારી ધરાવતો હોવો જોઈશે.
  • ગુજરાતી અથવા હિંદી નું પૂરતું જ્ઞાન ધરાવતો હોવો જોઈશે.

 

શારીરિક યોગ્યતા

ઉમેદવાર નીચે દર્શાવેલ લઘુત્તમ શારીરિક ધોરણો ધરાવતો હોવો જોઇશે.

ઉંચાઈ :

  • SC, ST પુરુષ : 155 સેન્ટીમીટર
  • SC, ST મહિલા : 145 સેન્ટીમીટર
  • અન્ય તમામ પુરુષો : 163 સેન્ટીમીટર
  • અન્ય તમામ મહિલાઓ : 150 સેન્ટીમીટર

 

વજન :

  • પુરુષ અને મહિલા બન્નેનુ વજન ઓછામાં ઓછું 50 કિલો હોવું જોઈએ.

 

પુરુષ છાતી :

  • દરેક પુરુષ ઉમેદવારને છાતી ફુલાવયા વગર 79 સેન્ટીમીટર ઓછામાં ઓછી થવી જોઈએ તથા ફુલાવીને 84 સેન્ટીમીટર થવી જોઈએ. એટલે કે ઓછામાં ઓછી 5 સેન્ટીમીટર છાતી ફુલાવવાની રહેશે.

 

જો આ શારીરિક ખામીઓ હશે તો ગેરલાયક ઠેરવવામાં આવશે.

  • નીચેની શારીરિક ખામીઓમાંથી કોઇપણ એક અથવા વધુ ખામી ધરાવતા હોય તેવા ઉમેદવારોને શારીરિક રીતે અયોગ્ય ગણવામાં આવશે.
  • (1) વળેલા ઘૂંટણ (Knock knee)
  •  (2) નબળી છાતી (pigeon chest)
  •  (3) ત્રાંસી આંખો (squint eye)
  • (4) સપાટ પગ (flat feet)
  •  (5) કાયમની અતિશય ફૂલેલી નસ (varicose veins)
  •  (6) વળેલા અંગૂઠા (hammer toes)
  • (7) અસ્થિભંગ થયેલા અવયવ (fractured limb)
  •  (8) સડી ગયેલા Eid (decayed teeth)
  •  (9) રંગઅંધત્વ (colour blindness)
  • (10) સંસર્ગજન્ય/ચામડીનો રોગ (communicable/skin decease).

SHAPEI એટલે-

  • S મનોવૈજ્ઞાનિક શક્તિ
  • H શ્રવણ શક્તિ
  • A શરીરના મુખ્ય ભાગને જોડેલો શરીરનો ભાગ (ઉપાંગ)
  • P સામાન્ય કામકાજ માટે શારીરિક ક્ષમતા
  • E દ્રષ્ટિ ક્ષમતા
  • I એટલે ઉપર જણાવેલા શીર્ષકો પૈકીના દરેક શિર્ષક હેઠળ સામાન્ય વ્યાવસાયિક કામગીરી કરવા માટે તમામ રીતે યોગ્ય.

ઉમેદવાર વળેલા ઘૂંટણ, સપાટ પગની શસ્ત્રક્રિયા કરાવેલી ન હોવી જોઇએ અને તે માનસિક રોગો અથવા કાયમની અતિશય ફૂલેલી નસ (વેરિકોઝ વેન) વગેરેનો પૂર્વ-ઇતિહાસ ધરાવતો ન હોવો જોઈએ.

 

ઉંમર મર્યાદા

  • જનરલ કેટેગરીના ઉમેદવારો : ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષ તથા 33 વર્ષથી વધારે ન હોવી જોઈએ.
  • અન્ય તમામ અનામત કેટેગરીના ઉમેદવારો :ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષ તથા 45 વર્ષથી વધારે ન હોવી જોઈએ.

 

પગાર

  • પ્રથમ પાંચ વર્ષ માટે પ્રતિમાસ રૂ.26000/-ના ફિક્સ પગારથી નિમણૂક અપાશે તેમજ ઉક્ત ઠરાવના અન્ય લાભો મળવાપાત્ર થશે.
  • પાંચ વર્ષના અંતે ઉમેદવારની સેવાઓ સંતોષકારક જણાયેથી સંબંધિત કચેરીમાં સાતમા પગાર પંચના રૂ.18000/- થી રૂ.59,900/- (લેવલ-4) ના પગારધોરણમાં નિયમિત નિમણૂક મેળવવાને પાત્ર થશે.

 

પસંદગીની પ્રક્રિયા

  1.  ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા ક્રમાનુસાર 2(બે) તબક્કામાં યોજવામાં આવશે.
  2. પ્રથમ તબકકો હેતુલક્ષી પ્રશ્નોવાળી OMR પદ્ધતિથી લેવાનાર લેખિત પરીક્ષા રહેશે.
  3. બીજો તબક્કો શારીરિક ક્ષમતા કસોટીનો રહેશે.
  4. બંન્ને તબક્કામાં સફળ થયેલ ઉમેદવારોએ વોર્કીંગ ટેસ્ટ પાસ કરવાની રહેશે.

 

લેખિત પરિક્ષા ( MCQ )

  • ભરતી માટે લેખિત પરીક્ષા અનિવાર્ય છે. આ લેખિત પરીક્ષામાં MCQ પ્રકારના 100 પ્રશ્નો રહેશે.
  •  લેખિત પરીક્ષામાં ૨ ગુણના 100 પ્રશ્નો લેખે કુલ 200 ગુણની રહેશે અને પરીક્ષાનો સમયગાળો 2 કલાક રહેશે.
  •  ખોટા જવાબ સાથે પ્રયાસ કરાયેલા દરેક પ્રશ્નનો નકારાત્મક ગુણ 0.25 રહેશે.
  •  લેખિત પરીક્ષાનું માધ્યમ ગુજરાતી રહેશે.
  • આ લેખિત પરીક્ષામાં ઓછામાં ઓછા 40% (200 ગુણની લેખિત પરીક્ષાના 40 % મુજબ 80 ગુણ) કે તેથી વધુ ગુણ મેળવનાર ઉમેદવાર બીજા તબક્કાની શારીરિક ક્ષમતા કસોટી (ફીજીકલ ટેસ્ટ) માટે લાયક ગણાશે. લાયક ઉમેદવારો પૈકી જિલ્લાવાર અને કેટેગરીવાઇઝ મેરીટના આધારે ભરવાની થતી જગ્યાઓના ૮ ગણા કે તેથી વધુ ઉમેદવારોને શારીરિક ક્ષમતા કસોટી માટે બોલાવવામાં આવશે.

 

શારીરિક ક્ષમતા કસોટી

ગુજરાત ફોરેસ્ટગાર્ડ શારિરીક કસોટી

  • શારીરિક ક્ષમતા કસોટી માટે વહીવટી અનુકુળતા મુજબ ઉમેદવારોને બોલાવવામાં આવશે જેમાં ઉમેદવારોએ સ્વ-ખર્ચે હાજર રહેવાનું રહેશે.
  •  ઉપર મુજબ નિયત તારીખ, સમય અને સ્થળે શારિરીક ક્ષમતા કસોટીમાં ઉતીર્ણ ના થનાર/ઉપસ્થિત નહીં રહેનાર ઉમેદવારને શારીરિક ક્ષમતા કસોટી ઉતીર્ણ કરવાની વધારાની તક આપવામાં આવશે નહિ.
  • સીધી પસંદગીથી નિમણૂક પામેલા ઉમેદવારે, પુરૂષ ઉમેદવારના કિસ્સામાં, ચાર કલાકમાં ૨૫ કિલોમીટર અને મહિલા ઉમેદવારના કિસ્સામાં, ચાર કલાકમાં ૧૪ કિલોમીટર ચાલવાની કસોટી સફળતાપૂર્વક પૂર્ણ કરવી જોઇશે.
  •  લેખિત પરીક્ષા અને શારીરિક ક્ષમતા કસોટી એમ બન્ને તબક્કામાં સફળ ઉમેદવારો પૈકી જિલ્લાવાર, કેટેગરીવાઇઝ નિમણૂંક માટે પસંદગી લાયક ઉમેદવારોએ તેઓના અસલ દસ્તાવેજોની ચકાસણી માટે જણાવેલ તારીખ, સમય અને સ્થળે અચૂક હાજર રહેવાનું રહેશે. અસલ દસ્તાવેજોની ચકાસણી માટે ગેરહાજર રહેનાર અથવા અસલ પ્રમાણપત્ર રજુ ન કરનાર ઉમેદવારો ભરતી પ્રક્રિયામાંથી ગેરલાયક ઠરશે.
  •  ચાલવાની કસોટીમાં ઉપસ્થિત થવા માટે બોલાવવામાં આવેલો ઉમેદવાર, ઠરાવેલી સમયમર્યાદાની અંદર ચાલવાની કસોટી પૂર્ણ કરવામાં નિષ્ફળ જાય અથવા કસોટીમાં ઉપસ્થિત રહેવામાં નિષ્ફળ જાય તેવા કિસ્સામાં, તેને ચાલવાની કસોટીમાં ઉપસ્થિત થવા માટેની એક વધારાની તક આપવામાં આવશે. તે ચાલવાની કસોટીમાં ઉપસ્થિત થવામાં અથવા કસોટી પાસ કરવામાં ફરીથી નિષ્ફળ જાય, તો તેવા કિસ્સામાં, તેને વધારાની તક આપવામાં આવશે નહિ.
  • સદરહુ ભરતી પ્રક્રિયા માટે મેરીટના ધોરણે અગ્રતાકમ મુજબ જિલ્લાવાર અને કેટેગરીવાઈઝ પસંદગી યાદી/મેરીટ યાદી તૈયાર કરવામાં આવશે.
  •  ઉમેદવારને તેઓએ પસંદગી આપેલ જિલ્લામાં આવેલ વન વિભાગની કોઈપણ કચેરી/સ્થળે ફરજ બજાવવાની રહેશે.

 

ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?

  • સૌપ્રથમ OJAS વેબસાઇટની મુલાકાત લો
  • “ઓનલાઈન અરજી” પર જાઓ → GSSSB પસંદ કરો.
  • જાહેરાત નંબર 335/2025-26, ફોરેસ્ટ ગાર્ડ વર્ગ-3 જુઓ.
  • નોકરી પોસ્ટની બાજુમાં અરજી કરો પર ક્લિક કરો.
  • વ્યક્તિગત, શૈક્ષણિક અને અન્ય વિગતો ભરો.
  • પાસપોર્ટ સાઇઝ ફોટો અને સહી અપલોડ કરો.
  • ફોર્મ સાચવો અને અરજી નંબર નોંધી રાખો.
  • છેલ્લા સબમિટ કરેલા ફોર્મનું પ્રિન્ટઆઉટ લો.

 

અગત્યની તારીખ

ફોર્મ ભરવાનું ચાલું થયું 1 ઓગસ્ટ 2025
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 10 ઓગસ્ટ 2025

 

અગત્યની લીંક

ઓફિશીયલ નોટીફિકેશન જોવા માટે  અહીં ક્લિક કરો
ઓનલાઇન ફોર્મ ભરવા માટે અહીં ક્લિક કરો 
હોમ પેજ પર જવા માટે અહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાવવા માટે અહીં ક્લિક કરો 

 

ફોરેસ્ટગાર્ડ  અને વનપાલની લેખીત પરીક્ષાનો ન્યુ વિગતવાર સિલેબસ જાહેર – સિલેબસ જોવા અહી ક્લિક કરો 

Hello friends, my name is Vijay Kumar and I am the owner of this website. This website provides updates on every new recruitment and provides free online mock tests for friends preparing for competitive exams.

43 thoughts on “ફોરેસ્ટગાર્ડ (વનરક્ષક) ભરતી 2025 , ધોરણ 12 પાસ પર ભરતી જાહેર | Forest Guard Recruitment 2025”

Leave a Comment

error: Content is protected !!