Forester Recruitment 2025 : વનપાલની ભરતી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવે છે. વનપાલને અંગ્રેજીમાં ફોરેસ્ટર કહે છે. વનપાલની પોસ્ટ સુપર ક્લાસ 3 ની પોસ્ટ છે તથા 2400 ના ગ્રેડ પે મુજબ પગાર મળવાપાત્ર છે. ગુજરાત ફોરેસ્ટ વિભાગમાં વનપાલની પોસ્ટ એક અધિકારી લેવલની પોસ્ટ છે તથા આ પોસ્ટ મેળવવાનું દરેક ઉમેદવારનું સ્વપ્ન હોય છે. વનપાલની વર્દી પર 2 સ્ટાર હોય છે. આ વનપાલની નવી ભરતી ઓક્ટોબર થી નવેમ્બર 2025 માં જાહેર થવાની છે તેથી આ ભરતી સંબંધિત સંપુર્ણ વિગતવાર માહિતી અહીં આપવામાં આવેલી છે.
વનપાલ ભરતી 2025 હાઈલાઈટસ
| વિભાગ | ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ |
| ભરતી કરનાર સંસ્થા | ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ |
| વર્ગ | સુપર ક્લાસ 3 |
| શૈક્ષણિક લાયકાત | ગ્રેજયુએટ |
| ઉંમર મર્યાદા | 20 થી 35 વર્ષ |
| પગાર | 43000 ₹ + |
| વનપાલનું અંગ્રેજીમાં નામ | ફોરેસ્ટર |
| રિપોર્ટ કરે છે | ડેપ્યુટી રેન્જ ફોરેસ્ટ ઓફિસરને અથવા રેન્જ ફોરેસ્ટ ઓફિસરને( RFO) |
| કામનું ક્ષેત્ર | ફીલ્ડ વર્ક + ઓફિસ કામ બંને. |
| ગુજરાત ફોરેસ્ટની ઓફિશીયલ વેબસાઈટ | https:/forests.gujarat.gov.in |
| અમારાં વોટ્સએપ ગ્રુપમાં જોડાવવા માટે | અહીં ક્લિક કરો |
વનપાલ એટલે શું ?
- વનપાલનું પદએ ગુજરાત ફોરેસ્ટ વિભાગમાં આવે છે. આ પદ ફોરેસ્ટગાર્ડ (વનરક્ષક) કરતા ઉંચું પર છે. ફોરેસ્ટ ગાર્ડમાં વર્દી પર 1 સ્ટાર હોય છે જ્યારે વનપાલમાં વર્દી પર 2 સ્ટાર હોય છે. તથા આ વનપાલનું કાર્ય જંગલનું રક્ષણ કરવાનું છે.
વનપાલની નવી ભરતી હવે ક્યારે આવશે તથા કેટલી જગ્યાઓ પર આવશે ?
- વનપાલની નવી ભરતી સંભવિત ઓક્ટોબર થી નવેમ્બર 2025 સુધીમાં 209 + જગ્યાઓ પર ભરતી જાહેર થઈ શકે છે.
વનપાલ ભરતી 2025 શૈક્ષણિક લાયકાત
- ગ્રેજ્યુએટ (કોલેજ પાસ)
- તમે સરકાર માન્ય કોઈપણ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ થયેલ હોવા જોઈએ
વનપાલનો પગાર
- પ્રથમ 5 વર્ષ માટે ફિક્સ પગાર = ₹26000/- પ્રતિ મહિનો.
- આ દરમ્યાન DA, HRA જેવા મોટા ભથ્થાં લાગુ પડતા નથી.
- પ્રોબેશન પૂરો થયા પછી સંપૂર્ણ પે-સ્કેલ લાગુ પડે છે અને DA, HRA, TA વગેરે ભથ્થાં સાથે ઈન-ડેન્ડ પગાર ઉપર દર્શાવ્યા મુજબ બને છે.
વનપાલનો પગાર 7 માં પગાર પંચ મુજબ : બેઝીક પગાર + અન્ય ભથ્થાઓ એડ કરતા અંદાજીત 39,500 ₹ + થાય છે.
વનપાલનો પગાર 8 માં પગાર પંચ મુજબ : બેઝીક પગાર + અન્ય ભથ્થાઓ એડ કરતા અંદાજીત 48,000 ₹ + થાય છે.
વનપાલ ભરતી 2025 ઉંમર મર્યાદા
- વનપાલમાં ઓછામાં ઓછી ઉંમર 20 વર્ષ હોવી જોઈએ તથા 35 વર્ષ કરતા વધું ઉંમર ન હોવી જોઈએ.
- અનામત કેટેગરીના ઉમેદવારોને ઉંમરમાં વધારાની છુટછાટ મળવાપાત્ર છે.
વનપાલનું કાર્ય અને જવાબદારીઓ
- વન રક્ષણ અને દેખરેખ : વનવિસ્તારની પેટ્રોલિંગ અને સુરક્ષા.- ગેરકાયદેસર કાટછાંટ, શિકાર અને ઘુસણખોરી અટકાવવી.- વન ક્ષેત્રની સીમાઓ, વાડબાંધણી અને જળ સ્ત્રોતોની દેખરેખ.
- વન્યજીવન સંરક્ષણ : પ્રાણીઓના નિવાસ સ્થાનનું રક્ષણ,વન્યજીવનના હેલ્થ રિપોટિંગ અને રેસ્ક્યુ ઑપરેશન,માનવ-વન્યજીવન સંઘર્ષ ઓછો કરવા માટે પગલાં.
- વહીવટી અને રિપોર્ટિંગ કામ : દૈનિક/સાપ્તાહિક રિપોર્ટ તૈયાર કરવું અને રેન્જ ઓફિસરને મોકલવું, કેસ રજીસ્ટર રાખવું અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓની જાણ કરવી,ફીલ્ડ સ્ટાફ (Forest Guards)નું માર્ગદર્શન અને શેડ્યૂલ તૈયાર કરવું.
- વૃક્ષારોપણ અને પર્યાવરણ પ્રોજેક્ટ્સ : વૃક્ષારોપણ કેમ્પ અને પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમોનું આયોજન.- જમીન સુધારણા, સોઈલ કન્ઝર્વેશન અને પાણી સંચય કામોમાં દેખરેખ.
- ઈમરજન્સી રિસ્પોન્સ : વન આગ (Forest Fire) નિયંત્રણમાં નેતૃત્વ. કુદરતી આફતો અથવા પૂર સમયે વન વિભાગના સાધનો અને સ્ટાફનું સંકલન.
- જનજાગૃતિ અને સમુદાય સહકાર : સ્થાનિક ગામો અને NGO સાથે સંકલન કરી સંરક્ષણ માટે લોકો જોડવા.વન્યજીવન અને વન સંરક્ષણ વિષે શાળાઓ કે ગ્રામ સભામાં જાગૃતિ.
વનપાલ પ્રમોશન
- વનપાલ પદેથી રેન્જ ફોરેસ્ટ ઓફિસર (RFO) તરીકે પ્રમોશન મળી શકે છે.
- આ વનપાલ માંથી રેન્જ ફોરેસ્ટ ઓફિસર માં પ્રમોશન 5 થી 7 વર્ષ થતું હોય છે પરંતુ આ પ્રમોશન તમે કરેલ સારા કાર્ય બદલ મળતું હોય છે.
વનપાલ ટ્રેનીંગ
વનપાલ ટ્રેનિંગ સેન્ટર 1 :
- સ્થળ : રાજપીપલા (નર્મદા જિલ્લો)
- કેન્દ્ર : ફોરેસ્ટ ટ્રેનિંગ સેન્ટર રાજપીપળા
- વિશેષતાઓ : ગુજરાતનું મુખ્ય વન ટ્રેનીંગ સેન્ટર છે. અહીં વન્યજીવન સંરક્ષણ, ફીલ્ડ મૅનેજમેન્ટ, કાયદાકીય પ્રક્રિયા, નકશા વાંચન અને પેટ્રોલિંગ જેવી પ્રેક્ટિકલ તાલીમ મળે છે.
વનપાલ ટ્રેનિંગ સેન્ટર 2 :
- સ્થળ : સાપુતારા (ડાંગ જિલ્લો)
- કેન્દ્ર : સાપુતારા ફોરેસ્ટ ટ્રેનિંગ સેન્ટર
- વિશેષતાઓ : ઘન વનવિસ્તાર વચ્ચેનું કેન્દ્ર, પ્રેક્ટિકલ ફિલ્ડ એક્સર્સાઈઝ અને વન્યજીવન અવલોકન માટે ઉત્તમ.
વનપાલ ભરતી 2025 મળવાપાત્ર વધારાનાં માર્ક
- B.Sc ફોરેસ્ટ્રીમાં કરેલ હોય તો લેખિત પરિક્ષાના મેળવેલ ગુણ પર વધારાના 10% માર્કસ મળવાપાત્ર થશે.
- NCC કરેલ હોય અને લેવલ C નું સર્ટીફીકેટ હોય તો વધારાનાં 2 માર્ક મળશે.
વનપાલની ભરતીમાં પસંદગીની પ્રક્રિયા
- લેખિત પરિક્ષા
- શારિરીક કસોટી
- મેડિકલ ટેસ્ટ
- વોકીગ ટેસ્ટ
- ફાઈનલ સિલેકસન
વનપાલ ભરતી 2025 નવો સિલેબસ

- કુલ 100 પ્રશ્નો રહેશે તથા દરેક પ્રશ્નના 2 માર્ક રહેશે.
- કુલ 200 માર્કનું પેપર રહેશે.
- આ પરિક્ષા માટે કુલ 3 કલાકનો સમય આપવામાં આવશે.
- એક પ્રશ્નના સાચાં જવાબ પર 2 માર્ક મળશે.
- એક પ્રશ્નનાં ખોટાં જવાબ પર 0.25 નેગેટિવ માર્ક થશે.
- આ પરિક્ષામાં પાસ થવા માટે 40% માર્ક લાવવા ફરજીયાત છે એટલે કે 80 માર્ક મેળવવા જરૂરી છે.
- આ લેખીત પરીક્ષા ઓફલાઇન રહેશે તથા MCQ વાળી રહેશે.
- આ લેખીત પરીક્ષાના માર્કના આધારે મેરીટ બનશે તથા કુલ જગ્યાના 15 ગણા ઉમેદવારોને શારિરીક કસોટી માટે બોલાવવામાં આવશે. જો જગ્યાઓ ન ભરાય તો વધારે ઉમેદવારોને શારિરીક કસોટી માટે બોલાવવામાં આવશે.
વનપાલ માટે શારિરીક યોગ્યતા

વનપાલ શારિરીક કસોટી (ફિઝિકલ ટેસ્ટ )

વનપાલ ભરતી 2025 ફોર્મ ફ્રી ( ચલણ )
- જનરલ કેટેગરીના ઉમેદવારો માટે : 100 ₹
- અન્ય તમામ કેટેગરીના ઉમેદવારો માટે : કોઈ ફ્રી નહીં
- આ ફ્રી ઓનલાઇન ભરવાની રહેશે જેને તમે ગુગલ પે, ફોન પે, પેટીએમ , UPI દ્વારા ભરી શકો છો.
વનપાલની ભરતીમાં ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ
- આધારકાર્ડ
- ગ્રેજ્યુએટની માર્કશીટ
- પાસપોર્ટ સાઈઝનો ફોટો
- સહીનો ફોટો
- ઈમેલ આઈડી
- જાતીનો દાખલો ( ફક્ત SC , ST ,EWS માટે )
- જાતીનો દાખલો અને નોન ક્રિમીલીયર ( ફક્ત OBC માટે )
વનપાલમાં ફોર્મ ભરવાની વેબસાઈટ
- આ વનપાલની ભરતીમાં ફોર્મ ભરવા માટેની ઓફિશીયલ વેબસાઇટ ojas.gujarat.gov.in છે.
વનપાલની ભરતી છેલ્લે ક્યાં વર્ષ થઈ હતી ?
- વર્ષ 2013 માં વનપાલની ભરતી આવી હતી.
વનપાલ ભરતી સંબંધિત કેટલાક પ્રશ્નો (vanpal FAQ)
વનપાલ એટલે શું ?
ગુજરાત ફોરેસ્ટ વિભાગમાં વનપાલનું પદ ફોરેસ્ટ ગાર્ડ (વનરક્ષક) કરતાઉંચી કેડરની પોસ્ટ છે. આ વનપાલની વર્દી પર 2 સ્ટાર હોય છે તથા વનપાલનુ અન્ય નામ ફોરેસ્ટર છે. વનપાલ નું કાર્ય જંગલનું રક્ષણ કરવાનું છે.
વનપાલનો પગાર કેટલો હોય છે?
વનપાલનો પગાર પ્રથમ 5 વર્ષ માટે ફિક્સ પગાર 26000 ₹ હોય છે , 5 વર્ષ પછી નિચે મુજબ પગાર મળવાપાત્ર છે.
- વનપાલનો પગાર 7 માં પગાર પંચ મુજબ બેઝીક પગાર + અન્ય ભથ્થાઓ એડ કરતા અંદાજીત 39,500 ₹ + થાય છે.
- વનપાલનો પગાર 8 માં પગાર પંચ મુજબ બેઝીક પગાર + અન્ય ભથ્થાઓ એડ કરતા અંદાજીત 48,000 ₹ + થાય છે.
વનપાલમાં શૈક્ષણિક લાયકાત શું હોય છે ?
ગ્રેજ્યુએટ (કોલેજ પાસ)
વનપાલમાં ફોર્મ ભરવા માટે જરૂરી ઉંમર મર્યાદા?
વનપાલમાં ઓછામાં ઓછી ઉંમર 20 વર્ષ હોવી જોઈએ તથા 35 વર્ષ કરતા વધું ઉંમર ન હોવી જોઈએ.
અનામત કેટેગરીના ઉમેદવારોને ઉંમરમાં વધારાની છુટછાટ મળવાપાત્ર છે.
વનપાલની નવી ભરતી કયારે આવશે ?
વનપાલની નવી ભરતી અંદાજીત 209 + જગ્યાઓ પર ઓક્ટોબર - નવેમ્બર 2025 સુધીમાં આવી શકે છે.
વનપાલની નવી ભરતી કેટલી જગ્યાઓ પર આવશે?
વનપાલની નવી ભરતી અંદાજીત 209 + જગ્યાઓ પર ઓક્ટોબર - નવેમ્બર 2025 સુધીમાં આવી શકે છે.
વનપાલ ની કામગીરી શું હોય છે ?
વનપાલનું કામ વન રક્ષણ અને દેખરેખ,વન્યજીવન સંરક્ષણ,વહીવટી અને રિપોર્ટિંગ કામ, વૃક્ષારોપણ અને પર્યાવરણ પ્રોજેક્ટ્સ ,ઈમરજન્સી રિસ્પોન્સ,જનજાગૃતિ અને સમુદાય સહકાર વગેરે જેવા કામ કરવાના હોય છે.
વનપાલની ભરતીમાં શેના વધારાના માર્ક મળે છે ?
- B.Sc ફોરેસ્ટ્રીમાં કરેલ હોય તો લેખિત પરિક્ષાના મેળવેલ ગુણ પર વધારાના 10% માર્કસ મળવાપાત્ર થશે.
- NCC કરેલ હોય અને લેવલ C નું સર્ટીફીકેટ હોય તો વધારાનાં 2 માર્ક મળશે.
વનપાલમાંથી શેમાં પ્રમોશન મળે છે ?
આ વનપાલ માંથી રેન્જ ફોરેસ્ટ ઓફિસર માં પ્રમોશન 5 થી 7 વર્ષ થતું હોય છે પરંતુ આ પ્રમોશન તમે કરેલ સારા કાર્ય બદલ મળતું હોય છે.
વનપાલને ટ્રેનીંગ ક્યાં આપવામાં આવે છે ?
વનપાલની ટ્રેનિંગ મોટાભાગે નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે તથા ડાંગ જિલ્લાના સાપુતારામાં આપવામાં આવે છે.









Mare pan aa form bharvu che
Forest
Forest
thank you 👍👍 so much
Bharti kyare aavse