Most imp Constitutional Amendments : ભારતના બંધારણમાં અત્યાર સુધીમાં કુલ 106 બંધારણીય સુધારા થયેલ છે આ 106 બંધારણીય સુધારામાંથી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી જે ખૂબ જ ઉપયોગી (IMP) છે અને વારંવાર વિવિધ પરિક્ષામાં જેના પ્રશ્ર્નો પુછાય છે તે બંધારણીય સુધારાઓ વિશેની માહિતી આજનાં આ લેખમાં જોઈશું.
1 મો બંધારણીય સુધારો 1951
- અનુસૂચિ 9 ઉમેરવામાં આવી. (જમીન સુધારણ અને લગતો કાયદો)
- અનુચ્છેદ 19 માં વાણી સ્વતંત્રતા પર અમુક નિયંત્રણ મૂકવામાં આવ્યું.
7 મો બંધારણીય સુધારો 1956
- બે કે તેથી વધુ રાજ્યો કે કેન્દ્રશાસિત પ્રદેશમાં સંયુક્ત હાઇકોર્ટની જોગવાઈ કરવામાં આવી.
- બે કે તેથી વધુ રાજ્યો કે કેન્દ્રશાસિત પ્રદેશમાં એક જ વ્યક્તિને રાજ્યપાલ તરીકે નિયુક્ત કરી શકાશે.
21 મો બંધારણીય સુધારો 1967
- અનુસૂચિ 8 માં 15મી સિંધી ભાષા ઉમેરવામાં આવી.
24 મો બંધારણીય સુધારો 1971
- સંસદને સત્તા આપવામાં આવી કે તે મૂળભૂત અધિકાર સહિત સંપૂર્ણ બંધારણમાં સુધારો કરી શકશે.
- બંધારણીય સુધારા વિધિયક રાષ્ટ્રપતિની મંજૂરી માટે મોકલવામાં આવે ત્યારે રાષ્ટ્રપતિ ફરજિયાત મંજૂરી આપવા માટે બંધાવેલ છે.
26 મો બંધારણીય સુધારો 1971
- સલીયાણા નાબૂદી
36 મો બંધારણીય સુધારો 1975
- સિક્કિમને પૂર્ણ રાજ્યનું દરજ્જો આપવામાં આવ્યો.
42 મો બંધારણીય સુધારો 1976
- આ સુધારાને લઘુ બંધારણ / મીની બંધારણ કહેવાય છે.
- આમુખમાં ત્રણ શબ્દ ઉમેરવામાં આવ્યા. 1) સમાજવાદી. 2) બિનસાંપ્રદાયિકતા. 3) અખંડિતતા
- ભાગ 4(A) અને ભાગ 14(A) ઉમેરવામાં આવ્યા.
- લોકસભા અને રાજ્યની વિધાનસભાની મુદ્દત પાંચ વર્ષથી વધારીને છ વર્ષ કરવામાં આવી.
- રાષ્ટ્રપતિ શાસનની મુદત છ મહિનાથી વધારીને એક વર્ષ કરવામાં આવી.
- મંત્રીમંડળની સલાહ રાષ્ટ્રપતિ માટે ફરજિયાત બનાવવામાં આવી.
- રાજ્ય યાદીના પાંચ વિષયોને સંમવતી યાદીમાં મૂકવામાં આવ્યા.
- 1) શિક્ષણ. 2) વન. 3) વન્ય પ્રાણી અને જીવજંતુ. 4) તોલ અને માપ 5) સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટ સિવાયની અદાલતો બનાવવા અંગેની જોગવાઈ.
- આ સુધારામાં મોટાભાગના સુધારા સરદાર સુવર્ણ સિંહ સમિતિની ભલામણથી કરવામાં આવ્યા હતા.
44 મો બંધારણીય સુધારો 1978
- મિલકતના મૂળભૂત અધિકારને કાનૂની અધિકાર બનાવવામાં આવ્યો.
- લોકસભા અને રાજ્યની વિધાનસભાનો કાર્યપાળ છ વર્ષથી ઘટાડીને પાંચ વર્ષ કરવામાં આવ્યો.
- રાષ્ટ્રપતિ શાસનની મુદત 1 વર્ષથી ઘટાડીને 6 માસ કરવામાં આવી.
- મંત્રીમંડળની સલાહ રાષ્ટ્રપતિ એકવાર પુનઃ વિચારણા માટે મોકલી શકશે.ત્યારબાદ બીજી વાર મંજૂરીમાં આપવા બંધાયેલ છે.
- રાષ્ટ્રપતિ રાષ્ટ્રીય કટોકટી મંત્રીમંડળની લેખિત સલાહથી જ જાહેર કરી શકશે.
52 મો બંધારણીય સુધારો 1985
- પક્ષ પલટા વિરોધી કાયદો ( પક્ષાંતર ધારો – અનુસૂચિ 10 )
61 મો બંધારણીય સુધારો 1988
- મતદાન ની ઉંમર 21 વર્ષથી ઘટાડીને 18 વર્ષ કરવામાં આવી.
65 મો બંધારણીય સુધારો 1990
- અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે રાષ્ટ્રીય આયોગની સ્થાપના.
69 મો બંધારણીય સુધારો 1991
- દિલ્હીને રાષ્ટ્રીય રાજધાની જાહેર કરી.
70 મો બંધારણીય સુધારો 1992
- દિલ્હી અને પુડુચેરીના ચૂંટાયેલા વિધાનસભાના સભ્યોને રાષ્ટ્રપતિની ચૂંટણીમાં સામેલ કરવામાં આવ્યા.
71 મો બંધારણીય સુધારો 1992
- અનુસૂચિ આઠમાં કોકણી, મણિપુરી અને નેપાળી ત્રણ ભાષા ઉમેરવામાં આવી.
73 મો બંધારણીય સુધારો 1992
- પંચાયતી રાજને બંધારણીય દરજ્જો આપવામાં આવ્યો.
- ( ભાગ 9 ) ( અનુચ્છેદ 243 થી 2430 સુધી ) (અનુસૂચિ 11)
74 મો બંધારણીય સુધારો 1992
- નગરપાલિકા અને મહાનગરપાલિકાને બંધારણીય દરજ્જો. ( શહેરી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ )
- ( ભાગ 9A ) ( અનુચ્છેદ 243P થી 243ZG સુધી ) (અનુસૂચિ 12)
77 મો બંધારણીય સુધારો 1995
- અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની બઢતીમાં અનામત.
84 મો બંધારણીય સુધારો 2001
- લોકસભાની બેઠકો ફાળવવાની જે જોગવાઈ હતી તેમાં 25 વર્ષનો વધારો કરવામાં આવ્યો એટલે કે 2026 સુધી.
86 મો બંધારણીય સુધારો 2002
- 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો મૂળભૂત અધિકાર અપાયો. (અનુચ્છેદ 21A)
- ભાગ 4(A) માં 11મી મૂળભૂત ફરજ ઉમેરવામાં આવી.
89 મો બંધારણીય સુધારો 2003
- અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે જે રાષ્ટ્રીય આયોગ હતું તેનું બે ભાગમાં વિભાજન કરવામાં આવ્યું.
- અનુસૂચિત જાતિ ( અનુચ્છેદ 338 )
- અનુસૂચિત જનજાતિ ( અનુચ્છેદ 338A )
91 મો બંધારણીય સુધારો 2003
- કેન્દ્રીય મંત્રીમંડળમાં મંત્રીઓની સભ્ય સંખ્યા વડાપ્રધાન સહિત લોકસભાની કુલ સભ્ય સંખ્યા ના 15% થી વધુ નહીં.
- રાજ્યના મંત્રીમંડળમાં મંત્રીઓની સભ્ય સંખ્યા મુખ્યમંત્રી સહિત વિધાનસભાની કુલ સભ્ય સંખ્યાના 15% થી વધુ નહીં અને ઓછામાં ઓછાં 12 સભ્યો હોવા જોઈએ.
92 મો બંધારણીય સુધારો 2003
- અનુસૂચિ 8 માં ડોંગરી,બોડો,મેથાલી,સંઘાલી એમ કુલ નવી 4 ભાષા ઉમેરવામાં આવી.
97 મો બંધારણીય સુધારો 2011
- સહકારી મંડળીને બંધારણીય દરજ્જો.
- ( ભાગ 9B ) (અનુચ્છેદ 243ZH થી 243ZT સુધી.)
100 મો બંધારણીય સુધારો 2015
- ભારત અને બાંગ્લાદેશ વચ્ચે જમીન સરહદ કરાર.
101 મો બંધારણીય સુધારો 2016
- GST (ગુડ એન્ડ સર્વિસ ટેક્સ )
- GST નો અમલ 1 જુલાઈ 2017
- અનુચ્છેદ 289 (A) : GST કાઉન્સિલની રચના
102 મો બંધારણીય સુધારો 2018
- NCBC ને બંધારણીય દરજ્જો મળ્યો.
- NCBC : નેશનલ કમિશન ફોર બેકવર્ડ ક્લાસીસ ( સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ )
- અનુચ્છેદ 338(B) ઉમેરવામાં આવી.
103 મો બંધારણીય સુધારો 2019
- EWS ને શૈક્ષણિક સંસ્થામાં અને જાહેર નોકરીમાં 10% અનામત.
- આર્થીકના આધારે 10% અનામત લાગુ કરનાર ગુજરાત ભારતનું પ્રથમ રાજ્ય.
104 મો બંધારણીય સુધારો 2019
- લોકસભા અને રાજ્યની વિધાનસભામાં એંગ્લો ઇન્ડિયન નું પદ રદ.
- લોકસભા અને રાજ્યની વિધાનસભામાં SC અને ST સમુદાય માટે બેઠકો અનામત રાખવાની મુદત માં 10 વર્ષનો વધારો કરવામાં આવ્યો એટલે કે 2030 સુધી.
106 મો બંધારણીય સુધારો 2023
- લોકસભા, રાજ્યની વિધાનસભા અને દિલ્હીની વિધાનસભામાં મહિલાઓ મા
- ટે ૩૩ % બેઠકો અનામત રાખવાની જોગવાઈ.( નારી શક્તિ વંદન બિલ )
- લાગુ થયાના 15 વર્ષ સુધી માન્ય રહેશે ત્યારબાદ સમયગાળો વધારવાની સત્તા સંસદની રહેશે.







Aganvadi karyakar