WhatsApp Group Join Now
Telegram Group Join Now

9000 આંગણવાડી બહેનોની નવી ભરતી આવી.., મેળવો આ ભરતીની સંપૂર્ણ માહિતી

New recruitment of 9000 Anganwadi sisters 2026 : વર્ષ 2025 માં ગુજરાતના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા 9878 જગ્યાઓ માટે ભરતી જાહેર કરી હતી જે ભરતીમા ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 30 ઓગસ્ટ 2025 હતી, આ ભરતી પુર્ણ થઈ ગઈ છે તથા રિઝલ્ટ પણ જાહેર થઈ ગયું છે પરંતુ હવે ફરી એક 9,000 થી વધુ જગ્યાઓ માટે ભરતી ટુંક સમયમાં જાહેર થવાની છે આ આંગણવાડીની ભરતી કાર્યકર અને તેડાગર પોસ્ટ માટેની રહેશે.

ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસે જણાવ્યું હતું કે, આગામી સમયમાં 9 હજારથી વધુ આંગણવાડી બહેનોની ભરતી કરાશે. તે સાથે પોલીસ વિભાગમાં નિષ્પક્ષ અને સુવ્યવસ્થિત ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. રાજ્ય સરકારની મજબૂત આર્થિક સ્થિતિના સમયગાળામાં આ ભરતી કરાઇ રહી છે.

આંગણવાડી ભરતી 2026

એમ.કે.દાસે આ ભરતીની જાહેરાત જાહેર મંચ પર કરી હતી જેનો વિડિયો જોવા માટે અહીં ક્લિક કરો.

અમારા વોટ્સએપ ગ્રુપમાં જો જોડાયેલ ન હોય તો જોડાઈ જવું જ્યારે પણ ઓફિશીયલ રિતે ભરતી જાહેર થશે ત્યારે તેમાં જાણ કરીશું.

આંગણવાડી ભરતી સંબંધિત અન્ય માહિતી

શૈક્ષણિક લાયકાત :

  • આંગણવાડી કાર્યકર : 12 પાસ
  • આંગણવાડી તેડાગર : 10 પાસ

ઉંમર મર્યાદા

  • ઓછાંમાં ઓછી ઉંમર 18 વર્ષ હોવી જોઈએ.

માસિક પગાર

  • આંગણવાડી કાર્યકર : 10,000
  • આંગણવાડી તેડાગર : 5000

પસંદગીની પ્રક્રિયા

  • મેરીટના આધારે

આંગણવાડીમાં ફોર્મ ભરવા માટે જરૂરી સૂચનાઓ અને ડોક્યુમેન્ટ

  • આ ભરતી માત્ર મહિલા ઉમેદવાર માટે છે.
  • અરજદાર પોતાના વિસ્તાર/ગામ/વોર્ડની આંગણવાડી કેન્દ્રોની ખાલી જગ્યાઓ ઉપર જ અરજી કરી શકે છે.
  • જન્મ તારીખના આધાર પુરાવા માટે લીવીંગ સર્ટીફીકેટ તથા ધોરણ -10/12 ની માર્કશીટ
  • સ્નાતક અને અનુસ્નાતકના તમામ સેમેસ્ટરની માર્કશીટ (દરેક પ્રયત્નની માર્કશીટ સાથે અપલોડ કરવાની રહેશે.)
  • વિધવા અંગેનું સક્ષમ અધિકારીનું નિયત નમુનાનું પ્રમાણપત્ર (જો લાગુ પડતું હોય તો)
  • આંગણવાડી તેડાગર તરીકેના અનુભવ અંગેનું પ્રમાણપત્ર (લાગુપડતું હોય તો)
  • અરજદારે રજુ કરવામાં આવેલ માહિતી અને પ્રમાણપત્ર સાચા છે તે પ્રમાણિત કરેલ પરિશિષ્ટ-2 મુજબના નમુનાનું સ્વઘોષણા (self-declaration) અરજદારે રજુ કરવુ.
  • રહેવાસી પ્રમાણપત્ર (મામલતદારશ્રી દ્વારા આપવાના થતાં નિયત નમૂના મુજબ)ગ્રામીણ :- AWC જે મહેસૂલી ગામમાં સ્થાપિત હોય ત્યાની ઓછામાં ઓછી એક વર્ષની સ્થાનિક રહેવાસી હોવી જોઈએ. (ગ્રામ પંચાયતનાં વી.સી.ઇ. ધ્વારા ઓનલાઇન અરજી કરી આપવામાં આવશે)શહેરી :- AWC જે ચૂંટણી વોર્ડમાં સ્થાપિત હોય ત્યાની ઓછામાં ઓછી એક વર્ષની સ્થાનિક રહેવાસી હોવી જોઈએ. રહેવાસી પ્રમાણપત્ર જાહેરાત પ્રસિધ્ધ થયા તારીખનાં છ માસથી વધારે જુનુ ન હોવું જોઇએ.

આંગણવાડી કાર્યકર અને તેડાગરની ભરતીમાં કોને અયોગ્ય ગણવામાં આવશે

  • ગુનાહિત ઇતિહાસ, પોલીસ ફરીયાદ અથવા કોર્ટ ધ્વારા સજા જાહેર કરેલ હોય.
  • નાદાર જાહેર કરેલ હોય.
  • સરકારી / અર્ધસરકારી / માનદ સેવામાંથી ફરજ-મોકુફ કરવામાં આવેલ હોય
  • એક જ આંગણવાડીમાં એક જ કુટુંબના સભ્યો (સાસુ-વહુ, દેરાણી-જેઠાણી, બે બહેનો, નણંદ-ભાભી)
  • સ્થાનિક સ્વરાજની સંસ્થા / વિધાનસભા / લોકસભા અથવા કોઇપણ સરકારી સંસ્થા / રજીસ્ટર સોસાયટી / રજીસ્ટરટ્રસ્ટમાં માનદ વેતનનું અથવા ચુંટાયેલ પદ ધરાવતાં હોય.

Hello friends, my name is Vijay Kumar and I am the owner of this website. This website provides updates on every new recruitment and provides free online mock tests for friends preparing for competitive exams.

10 thoughts on “9000 આંગણવાડી બહેનોની નવી ભરતી આવી.., મેળવો આ ભરતીની સંપૂર્ણ માહિતી”

  1. આંગણવાડી નોકરી સરકારી હોય છે અને આંગણવાડી ની નોકરી ખુબ જ સારી છે

    Reply

Leave a Comment

error: Content is protected !!