WhatsApp Group Join Now
Telegram Group Join Now

ssc cgl last date to apply 2025 | SSC CGL ની ભરતીમાં ફોર્મ ભરવા માટે આજે છેલ્લો દિવસ , કુલ જગ્યાઓ 14582

ssc cgl last date to apply 2025 : સ્ટાફ સિલેક્શન કમિશન (SSC) દ્વારા કેન્દ્રીય સરકારના વિવિધ વિભાગો, મંત્રાલયો અને સંસ્થાઓમાં વિવિધ ગ્રુપ ‘B’ અને ગ્રુપ ‘C’ પોસ્ટ ભરવા માટે CGL (કમ્બાઈન્ડ ગ્રેજ્યુએટ લેવલ ) ની ઓફિશીયલ રિત ભરતી જાહેર કરેલ છે. આ ભરતીમા સમગ્ર ભારતના તમામ ગ્રેજ્યુએટ ઉમેદવારો ઓનલાઇન અરજી કરી શકે છે. આ ભરતીમાં વિવિધ પોસ્ટ જેવી કે ઓડિટર , સેકસન ઓફિસર , ઇન્સ્પેક્ટર, એકાઉન્ટન્ટ વગેરે પોસ્ટનો સમાવેશ થાય છે.

SSC CGL new Recruitment 2025 માટે ઓનલાઈન ફોર્મ ભરવાનું 9 જુન 2025 થી ચાલું થઈ ગયું છે તથા ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 4 જુલાઈ 2025 રાખવામાં આવેલ છે..આ સાથે જ ટિયર 1 ની પરિક્ષાની તારીખ પણ આપી દેવામાં આવી છે, આ મુજબ ટીયર 1 ની પરિક્ષા ઓગસ્ટ મહિનામાં રહેશે.આ ભરતીમાં પાસ થવા માટે કુલ 4 તબક્કામાંથી પસાર થવું પડશે.આ ભરતી સંબંધિત સંપૂર્ણ માહિતી જેવી કે કુલ જગ્યાઓ, ઉંમર મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પરિક્ષાની પદ્ધતિ, અગત્યની તારીખ અને અન્ય સંપૂર્ણ માહિતી આ લેખમાં આપેલ છે, તો આ લેખ સંપૂર્ણ જરૂર વાચી લેવો.

SSC CGL new Recruitment 2025 highlight

સંસ્થાનું નામ સ્ટાફ સિલેક્શન કમિશન (SSC)
પરીક્ષાનું નામ કમ્બાઈન્ડ ગ્રેજ્યુએટ લેવલ (CGL) પરીક્ષા 2025
કુલ જગ્યાઓ 14582
ફોર્મ ભરવાનું માધ્યમ ઑનલાઇન
નોકરીનું સ્થાન ભારતમાં કોઇપણ સ્થળે
સત્તાવાર વેબસાઇટ www.ssc.gov.in

 

કુલ જગ્યાઓ

  • SSC CGL ની કુલ 14582 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવેલ છે.જેની વિગતવાર માહિતી ઓફિશીયલ નોટીફિકેશનમા આપેલ છે.

 

શૈક્ષણિક લાયકાત

  • આ ભરતી વિવિધ પોસ્ટ માટે જાહેર કરેલ છે પરંતુ દરેક પોસ્ટ માટે શૈક્ષણિક લાયકાત ઓછામાં ઓછી ગ્રેજ્યુએટ છે.

 

પગાર અને  અને અન્ય લાભો

  • સ્તર 4: ₹25,500 થી ₹81,100 (દા.ત., ટેક્સ/પોસ્ટલ આસિસ્ટન્ટ)
  • સ્તર 5: ₹29,200 થી ₹92,300 (ઓડિટર/એકાઉન્ટન્ટ)
  • સ્તર 6: ₹35,400 થી ₹1,12,400 (એક્ઝિક્યુટિવ આસિસ્ટન્ટ, RA)
  • સ્તર 7: ₹44,900 થી ₹1,42,400 (ઓફિસ સુપરિન્ટેન્ડેન્ટ, ઇન્સ્પેક્ટર, આસિસ્ટન્ટ સેક્શન ઓફિસર)
  • લાભો : કેન્દ્ર સરકારના વિવિધ ભથ્થાંઓ (DA, HRA, TA), પેન્શન, પ્રમોશન અને સમગ્ર ભારતમાં ટ્રાન્સફર.

 

SSC CGL new Recruitment 2025 : ઉંમર મર્યાદા

  • ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષ હોવી જોઈએ તથા વધુમાં વધુ ઉંમર 27 કે 32 વર્ષથી વધું ન હોવી જોઈએ.આ અંગેની વધુ માહિતી ઓફિશીયલ નોટીફિકેશનમા કેટેગરી મુજબ આપેલ છે ચકાસી લેવું.

આ ઉંમર મર્યાદામાં અનામત કેટેગરીના ઉમેદવારોને લાભ મળવાપાત્ર છે.

  • OBC કેટેગરી 3 વર્ષ
  • SC અને ST કેટેગરી 5 વર્ષ
  • વિકલાંગ 10 વર્ષ

 

SSC CGL new Recruitment 2025 : પસંદગી પ્રક્રિયા

  • પસંદગી પ્રક્રિયામાં ચાર તબક્કાઓનો સમાવેશ થાય છે:
  1. ટિયર-I: કમ્પ્યુટર-આધારિત પરીક્ષા (MCQ)
  2. ટિયર-II: કમ્પ્યુટર-આધારિત પરીક્ષા (MCQ)
  3. ટિયર-III: વર્ણનાત્મક પેપર (પેન અને પેપર મોડ)
  4. ટિયર-IV: કમ્પ્યુટર પ્રાવીણ્ય કસોટી / ડેટા એન્ટ્રી સ્કિલ ટેસ્ટ / દસ્તાવેજ ચકાસણી
  • ઉમેદવારોએ આગલા તબક્કામાં જવા માટે દરેક ટિયર ક્વોલિફાય કરવું આવશ્યક છે.

 

SSC CGL new Recruitment 2025 પરીક્ષા પેટર્ન

  • નોંધ: ખોટા જવાબો માટે 1/4 માર્ક કાપવામાં આવશે.

 

SSC CGL new Recruitment 2025 માટે કેવી રીતે અરજી કરવી ?

  • આ ભરતીમાં રસ ધરાવતા અને પાત્ર ઉમેદવારો SSC ની સત્તાવાર વેબસાઇટ દ્વારા ઑનલાઇન અરજી કરવાની રહેશે. શ. ઉમેદવારોએ પોતાના માન્ય ઇમેઇલ ID અને ફોન નંબરનો ઉપયોગ કરીને નોંધણી કરવાની રહેશે, તમારી વ્યક્તિગત, શૈક્ષણિક અને સંપર્ક વિગતો ભરવાની રહેશે, સ્કેન કરેલા દસ્તાવેજો (ફોટો, સહી, વગેરે) અપલોડ કરવા અને અરજી ફી ચૂકવવાની રહેશે. ફ્રોમ ભર્યા બાદ તેની કોપી મોબાઈલમાં ડાઉનલોડ કરી સાચવીને રાખવી.

 

SSC CGL 2025 અરજી ફોર્મ ભરતા પહેલા જરૂરી દસ્તાવેજો

  • SSC CGL 2025 માટે અરજી કરતા પહેલા, ઉમેદવારોએ SSC ની સત્તાવાર વેબસાઇટ પર પોતાનું રજીસ્ટ્રેશન કરાવવું પડશે અથવા તેમની પ્રોફાઇલ બનાવવી પડશે. નીચે, અમે પ્રોફાઇલ બનાવતી વખતે જરૂરી દસ્તાવેજોનો ઉલ્લેખ કર્યો છે.

 

  • ધોરણ 10 ની માર્કસીટ
  • ગ્રેજ્યુએટનું સર્ટીફીકેટ અથવા છેલ્લા સેમેસ્ટરની વિગતો
  • આધારકાર્ડ/ ચુંટણી કાર્ડ /પાનકાર્ડ/ ડ્રાઇવિંગ લાઇસન્સ
  • મોબાઈલ નંબર
  • ઈમેઇલ આઈડી
  • પાસપોર્ટ સાઈઝના ફોટો
  • સહીનો ફોટો
  • જાતીનો દાખલો ( ફક્ત SC,ST,OBC, EWS કેટેગરીના ઉમેદવારો માટે)
  • વિકલાંગ હોય તો તેનું સર્ટીફીકેટ
  • ભૂતપૂર્વ સૈનિક હોય તો તેનું પ્રમાણપત્ર

 

ફોર્મ સંબંધિત હેલ્પલાઇન નંબર

  • ઓનલાઈન અરજી ફોર્મ ભરવામાં કોઈ મુશ્કેલી પડે તો આ માટે હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવેલ છે જે નંબર પર કોલ કરી તમારી સમસ્યાનું નિવારણ લાવી શકો છો.
  • હેલ્પલાઇન નંબર : 18003093063

 

અરજી ફ્રી ( ચલણ )

  • જનરલ/OBC/ EWS ₹100
  • SC/ST/PwD/મહિલા ₹0/- (શૂન્ય)

 

ભરતી સંબંધિત મહત્વપૂર્ણ તારીખો

ભરતી જાહેર થયાની તારીખ 9 જૂન 2025
ઓનલાઇન ફોર્મ ભરવાનું ચાલું થયાની તારીખ 9 જૂન 2025
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 4 જુલાઈ 2025
ટિયર 1 પરિક્ષાની તારીખ 13 થી 30 ઓગસ્ટ 2025

 

ભરતી સંબંધિત મહત્વપૂર્ણ લિંક્સ

વોટ્સએપ ગ્રુપમાં જોડાવવા માટે  અહીં ક્લિક કરો.
ઓફિશીયલ નોટીફિકેશન જોવા માટે અહીં ક્લિક કરો.
અરજી કરવા માટે અહીં ક્લિક કરો.

ખાસ નોંધ: દરેક ઉમેદવારને જણાવવાનું કે અમે કોઈપણ પ્રકારની નોકરી આપતા નથી ,કે પછી કોઈ પણ પ્રકારની ભરતી કરતાં નથી. અમે ફકત છાપામાં આવતી જાહેરાત અને વિવિધ ભરતી કરનાર સંસ્થાની ઓફિશીયલ વેબસાઈટ પરથી માહિતી તેમને આપીએ છીએ. કોઈપણ ભરતીમાં અરજી કરતા પહેલા અમારા દ્વારા મુકવામાં આવતી ઓફિશીયલ નોટીફિકેશન જરૂર વાચી લેવી, ત્યારબાદ જ અરજી કરવી.

આવનાર દરેક નવી નવી ભરતીની વિગતવાર માહિતી મેળવવા માટે vijaytest.in વેબસાઈટની મુલાકાત લેતા રહો.

Hello friends, my name is Vijay Kumar and I am the owner of this website. This website provides updates on every new recruitment and provides free online mock tests for friends preparing for competitive exams.

8 thoughts on “ssc cgl last date to apply 2025 | SSC CGL ની ભરતીમાં ફોર્મ ભરવા માટે આજે છેલ્લો દિવસ , કુલ જગ્યાઓ 14582”

Leave a Comment

error: Content is protected !!