WhatsApp Group Join Now
Telegram Group Join Now

9 પાસ પર ટ્રાફિક બ્રિગેડની ભાઇઓ અને બહેનો માટે નવી ભરતી જાહેર , મેળવો સંપૂર્ણ માહિતી | traffic brigade new vacancy 2025

traffic brigade new vacancy 2025 : તાજેતરમાં જ અમદાવાદ ટ્રાફિક ટ્રસ્ટ દ્વારા 650 તરફથી ૬૫૦ ટ્રાફિક બ્રિગેડ ભરતી જાહેર કરવામાં આવેલ છે. જેમાં 214 મહીલા અને 436 પુરૂષ ટ્રાફિક બ્રિગેડનો સમાવેશ થશે. જેથી જાહેરાતમાં જણાવ્યા મુજબની લાયકાત ધરાવતાં ઉમેદવારોએ નીચે જણાવેલ સરનામેથી નિયત ફોર્મ મેળવી અરજી કરવાની રહેશે. (નોંધ : જગ્યામાં વધ-ઘટ થઇ શકે છે)

આ ભરતીની વિગતવાર સંપૂર્ણ માહિતી અહીં આપવામાં આવેલી છે તેથી સંપૂર્ણ માહિતી એકવાર જરૂર વાચી લેવી જેથી કોઈ આ અંગે પ્રશ્ન ન રહે.

ટ્રાફીક બ્રિગેડ ન્યુ ભરતી 2025

ઉંમર મર્યાદા 

  • 18 થી 40 વર્ષ

 

શૈક્ષણિક લાયકાત

  • ધોરણ 9 પાસ કે તેનાથી વધુ શૈક્ષણિક લાયકાત
  • નોંધ : અનુભવી, મજબુત બાંધો, વધુ ઊંચાઈ તેમજ અન્ય લાયકાતો ધરાવનાર ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે.

 

પગાર

  • મહિને 9000 ₹
  • ટ્રાફિક બ્રિગેડ એ માનદસેવા છે. સરકારી / અર્ધ સરકારી નોકરી નથી. માનદ સેવક/સેવિકા સંપૂર્ણ તાલીમ મેળવ્યા બાદ સેવા પર હાજર થયેલ તેઓને પ્રતિદિન રૂપિયા 300/- માનદવેતન તરીકે આપવામાં આવશે.

 

સારિરીક યોગ્યતા પુરૂષ ઉમેદવાર

  • ઉંચાઈ  :
  • SC/ST/OBC 162 સેમી
  • GENERAL -165 સેમી 
  • વજન : 55 કિલો
  • દોડ‌ : 800 મિટર 4 મિટર

 

સારિરીક યોગ્યતા મહિલા ઉમેદવાર

ઉંચાઈ :

  •  SC/ST/OBC- 150 સેમી
  • GENERAL -155 સેમી
  • વજન : 45 કિલો
  • દોડ‌:  400 મિટર 3 મિટર

 

પસંદગીની પ્રક્રિયા

  1. ડોક્યુમેન્ટ ચકાસણી
  2. શારિરીક યોગ્યતા
  3. નોર્મલ ઈન્ટરવ્યુ

 

અન્ય શરતો

  • શારીરિક કસોટીમાં પાસ થનારના મૌખિક ઇન્ટર્વ્યુ ના આધારે મેરીટ લીસ્ટ બનશે. (જો શારીરિક કસોટીમાં વધારે ઉમેદવાર હશે તો લેખિત પરીક્ષા પણ લઈ શકાશે. જેના આધારે પસંદગી થશે.)
  • પોલીસ, SRP સેન્ટ્રલ રીઝર્વ પોલીસ, આર્મી વિ.લશ્કરી અને અર્ધલશ્કરી દળોની ભરતી પ્રકીયામાં ઇન્ટરવ્યુ સુધી પહોંચેલ ઉમેદવારોને પણ વિશેષ લાયકાત ધરાવનાર ગણી પ્રાધાન્ય આપવામાં આવશે.
  •  ટ્રસ્ટના નીતિ-નિયમોને અનુસરવાનું રહેશે.
  • અમદાવાદ શહેરના રહીશ કે અમદાવાદમાં હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતા વિદ્યાર્થી પણ પસંદગી પ્રક્રિયામાં ભાગ લઇ શકશે. (રેક્ટરશ્રીનુ પ્રમાણપત્ર કે હોસ્ટેલ ફી ની રસીદ આધાર તરીકે રજુ કરવાની રહેશે.)
  • અરજી ફોર્મ જાહેરાતમાં દર્શાવેલ સ્થળેથી વિનામૂલ્યે મેળવી શકશો.
  • અન્ય વિગતો અરજી ફોર્મમાંથી મેળવવાની રહેશે.

 

અરજી ફોર્મ મેળવવાની તારીખ

  • 25 ઓગસ્ટ 2025 થી 18 સપ્ટેમ્બર 2025 સુધી સવારના 11 વાગ્યેથી સાંજના 7 વાગ્યા સુધીમાં મેળવી શકાશે.

 

અરજી ફોર્મ મેળવવાનું સ્થળ

  1.  PRO રુમ, જુની પોલીસ કમિશ્નરની કચેરી, શાહીબાગ અમદાવાદ શહેર
  2.  અમદાવાદ શહેરના ટ્રાફિકના નીચે દર્શાવેલ 14 પોલીસ સ્ટેશન ખાતેથી મેળવી શકાશે.
  • A-ટ્રાફિક પો.સ્ટે:- ટ્રાફિક ચિલ્ડ્રન પાર્ક, સોલા સિવિલ સામે,એસ.જી.હાઈવે પાસે અમદાવાદ શહેર
  •  B-ટ્રાફિક પો.સ્ટે:- મીઠાખળી છ રસ્તા,નવરંગપુરા, અમદાવાદ શહેર
  • E-ટ્રાફિક પો.સ્ટે:- ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન કમ્પાઉન્ડ, ગાયકવાડ હવેલી, અમદાવાદ શહેર
  • F-ટ્રાફિક પો.સ્ટે:- જૂના શાહીબાગ પોલીસ સ્ટેશનના નીચેના માળે,રાણીસતિ મંદિરની નજીક શાહીબાગ, અમદાવાદ શહેર
  • G-ટ્રાફિક પો.સ્ટે:- જી ટ્રાફિક પો.સ્ટે., આંબાવાડી, સરદારનગર અમદાવાદ શહેર
  • H-ટ્રાફિક પો.સ્ટે:- ગોમતીપુર પોલીસ સ્ટેશન બીજા માળે, પટેલ મીલ ત્રણ રસ્તા, ગોમતીપુર, અમદાવાદ શહેર
  • I-ટ્રાફિક પો.સ્ટે:- રામોલ પોલીસ સ્ટેશનની સામે, સીટીએમ કેનાલની બાજુમાં,સમોલ, અમદાવાદ શહેર
  • J-ટ્રાફિક પો.સ્ટે:- રૂમ.૧, ઈરાનપુર પોલીરા સ્ટેશનની અંદર, મિન્નત નગરની સામે, ઈસનપુર
  • K-ટ્રાફિક પો.સ્ટે:- દાણીલીમડા પો.સ્ટે. બિલ્ડીંગ, દાણીલીમડા ચાર રસ્તા પાસે, દાણીલીમડા,અમદાવાદ
  • Lટ્રાફિક પો.સ્ટે:- સુભાષબીજ સકલ કલેક્ટર ઓફિસ ની બાજુમા, સુભાષબીજ પોલીસ ચોકી ઉપર, સુભાષબીજ, અમદાવાદ શહેર
  • M-ટ્રાફિક પો.સ્ટે:- સરખેજ પોલીસ સ્ટેશનની બાજુમા, ધોળકા સર્કલ પાસે, સરખેજ, અમદાવાદ શહેર
  • N-ટ્રાફિક પો.સ્ટે:- કોર્ટયાર્ડ મેરીઓટ હોટલ સામે, રામદેવનગર ચાર રસ્તા, સેટેલાઈટ,
  • SG-1 ટ્રાફિક પો.સ્ટે:- સોલા ચિલ્ડ્રનપાર્ક, સોલા સિવિલ હોસ્પીટલની સામે, અમદાવાદ શહેર
  • SG-2 ટ્રાફિક પો.સ્ટે:- સરખેજ પોલીસ સ્ટેશનના પહેલા માળે, વોનકા સર્કલ પાસે, સરખેજ અમદાવાદ

 

અરજી ફોર્મનો નમૂનો 

 

અરજી ફોર્મ જમા કરાવવાની તારીખ અને સ્થળ

તારિખ :  25 ઓગસ્ટ 2025 થી 20 સપ્ટેમ્બર 2025 સવારના 11 વાગ્યેથી સાંજના 7 વાગ્યા સુધીમાં જમા કરાવી શકાશે.

સ્થળ :- PRO રુમ, જુની પોલીસ કમિશ્નરની કચેરી, શાહીબાગ અમદાવાદ શહેર

ઓનલાઈન ફોર્મ નીચે દર્શાવેલ પોલીસ વેબસાઈટ ઉપરથી ડાઉનલોડ કરી ફોર્મ ભરી ઉપરોક્ત સ્થળે રૂબરુ જમા કરાવવાના રહેશે.

Web Site: https://cpahmedabad.gujarat. gov.in/

અરજીપત્રક સંપૂર્ણ વિગતો સહીત જરૂરી દસ્તાવેજો સ્વપ્રમાણિત નકલો સાથે તેમજ ઉક્ત સ્થળે પરત જમા કરાવવાના રહેશે.

 

પસંદગી પ્રક્રિયાની સમજ

 

(1) ટ્રાફિક બ્રિગેડના માનદ સેવક/સેવિકા તરીકે નિયત થયેલી શરતોને આધિન સેવા આપવા ઈચ્છા ધરાવનાર યુવાનો/યુવતીઓએ તેમની પસંદગી પ્રક્રિયા માટે નિયમ ફોર્મમાં અરજી કર્યા બાદ પસંદગી પ્રક્રિયા માટે નક્કી કરેલ જાહેરાતના સ્થળે અને સમયે શારિરીક ક્ષમતા કસોટી, વ્યકિતગત ઇન્ટરવ્યુ અને ચારિત્ર્યની ખરાઈ અને તબીબી ચકાસણીની પ્રક્રિયામાંથી પસાર થવાનું રહેશે.

(2) ટ્રાફિકની બ્રિગેડમાં માનદ સેવક/સેવિકા તરીકે જોડાવા માટે નિયત ફોર્મ https://cpahmedabad.gujarat.gov.in/ઉપરથી ડાઉનલોડ કરી શકાશે અથવા નીચેની કચેરીઓથી વિના મૂલ્યે કચેરીના સમય દરમ્યાન મેળવી શકાશે.

  • PRO રુમ, જુની પોલીસ કમિશ્નરની કચેરી, શાહીબાગ અમદાવાદ શહેર
  • અમદાવાદ શહેરના પુર્વ તથા પશ્ચિમ વિસ્તારના ટ્રાફિકના ૧૪ પોલીસ સ્ટેશન ખાતેથી મેળવી શકાશે.
  • ફોર્મ સાથે નીચે મુજબની વિગતના પુરાવાની સ્વપ્રમાણિત ઝેરોક્ષ નકલ બીડવાની રહેશે.
  • (I) રહેઠાણનો પુરાવો (લાઈટબીલ/ડ્રાઇવિંગ લાયસન્સ/મતદાર કાર્ડ કોઈપણ એક), હોસ્ટેલમાં રહી વિદ્યાભ્યાસ કરનારે હોસ્ટેલ ફ્રીની રસીદ કેગુહપતિ/રેકટર દ્વારા જારી પ્રમાણપત્ર, (ii) છેલ્લી પરીક્ષા પાસ કરી હોય તેની માર્કશીટની ઝેરોક્ષ, (iii) સ્કુલ લિવિંગ સર્ટિફિકેટની ઝેરોક્ષ, (iv) NCC, NPS, RSP, Sports માં ભાગ લીધો હોય તો તેના સર્ટિફિકેટની ઝેરોક્ષ,(v) સૈનિક/પોલીસ / અર્ધલશ્કરી/લશ્કરી દળની પસંદગી પ્રક્રિયામાં વ્યક્િતગત ઈન્ટરવ્યુ સુધી પહોંચેલ ઉમેદવારો આ અંગેના કોલ લેટરની નકલ, (vi) અન્ય જરૂરી પ્રમાણપત્રો (જો। હોય તો), (vi) અનુભવના પ્રમાણપત્રો (જો હોય તો)

(3) અરજી ફોર્મમાં બધી જ વિગતો બ્લ્યુ પેનથી ભરવી અનિવાર્ય છે. અધુરા ડોક્યુમેન્ટવાળી અરજી માન્ય ગણાશે નહી. (અરજદારે બે કોપીમાં ફોર્મ જરૂરી ડોક્યુમેન્ટ સાથે તૈયાર કરી એક કોપી પોતાની પાસે રાખી એક કોપી જમા કરાવવાની રહેશે)

(4) ઉમેદવારો દ્વારા જમા કરવામાં આવેલ અરજી ફોર્મની સંપૂર્ણ ખરાઇ થયા બાદ બે થી ત્રણ માસમાં શારિરીક ક્ષમતા કસોટી તથા મૌખિક ઇન્ટરવ્યુ લઇ ભરતી પ્રક્રિયા પુર્ણ કરવામાં આવશે.

(5) અત્રેની કચેરી મારફતે શારીરિક ક્ષમતા કસોટી તથા મૌખિક ઇન્ટરવ્યુ માટે અલગથી ન્યુઝ પેપરમાં જાહેરાત આપવામાં આવે ત્યારે અરજદારે પોતાની પાસે રહેલ અરજીપત્રક અને જરૂરી દસ્તાવેજો સ્વપ્રમાણિત નકલો સાથે રાખી શારિરીક ક્ષમતા કસોટી તથા મૌખિક ઇન્ટરવ્યુ માટે નિયત થયેલ તારીખ, સમયે અને સ્થળે અચુક હાજર રહેવાનું રહેશે.

(6) શારીરિક ક્ષમતા કસોટી અને ઈન્ટરવ્યુ બાદ પસંદગી પામેલ ઉમેદવારના પોલીસ વિભાગ દ્વારા ચારિત્ર્ય ખરાઈ બાદ તેની આખરી પસંદગી કરવામાં આવશે. પસંદ થયેલ ઉમેદવાર ટ્રાફિક બ્રિગેડ માટેના નિયમોનું અને આચારસંહીતાનું પાલન તેમજ ટ્રસ્ટ મારફત મળનાર તાલીમ ભથ્થા કે માનદ વેતન બાબતે કોઈ વાંધો વિરોધ નથી તેવી લેખિત બાહેંધરી આપવાની રહેશે. આ બાહેંધરી બાદ જ તેને ટ્રાફિક બ્રિગેડ માટેની નિયત તાલીમ આપવામાં આવશે. આ રીતે આખરી પસંદગી પામેલ ઉમેદવારને ટ્રસ્ટ દ્વારા જરૂરીયાત મુજબ ટ્રાફિક નિયમન સહાયક તરીકે સેવા માટે ટ્રાફિક પોલીસ વિભાગમાં મોકલવામાં આવશે. આ સેવા બદલ ટ્રસ્ટ દ્વારા નિયત થયેલ માનદવેતન આપવામાં આવશે. તાલીમ પામેલ ટ્રાફિક બ્રિગેડ ના જવાનને અન્ય વ્યવસાય કે નોકરી કરતાં હોય તેમ છતાં ટાફીક બ્રિગેડની માનદ સેવામાં નિયમિત હાજર રહી શકે તેમ હોય તો તેને આજીવિકા પ્રવૃતિત/નોકરી માટે પણ મંજુરી આપવામાં આવશે. જેની જાણ ટ્રસ્ટને કરવાની રહેશે. પરંતુ ટ્રસ્ટ સમક્ષ થયેલ માનદી સેવક/સેવિકાની માંગણી અનુલક્ષી ટ્રસ્ટને માનદ સેવક/સેવિકાની જરૂરીયાત હોય તેવા કિસ્સામાં તેણે ટ્રાફીક બ્રિગેડ સેવાને અગ્રતા આપવાની રહેશે.

(7) પસંદ થયેલ ઉમેદવારોને આ માનદ સેવાના નિયમો અંગે અલાયદી સમજ કરવામાં આવશે. આ નિયમોમાં ફેરફાર કરવાની ટ્રસ્ટને સંપૂર્ણ સત્તા રહેશે તેમજ તે મુજબ દરેક જવાને તેનું પાલન કરવાનું રહેશે.

(8) ટ્રાફીક બ્રિગેડ માનદ સેવક / સેવીકાની પસંદગી પ્રકિયામાં વહીવટી કારણોસર ટ્રસ્ટ દ્રારા ફેરફાર કરવાની સંપૂર્ણ સત્તા રહેશે અને તે મુજબ અરજદારે પસંદગી પ્રક્રિયામાંથી પસાર થવાનું રહેશે.

(9) ટ્રાફીક વ્યવસ્થા જાળવવા વસ્તી સપ્રમાણ નક્કી થયેલ ટ્રાફીક બ્રિગેડ માનદ સેવક / સેવીકાની સંખ્યાને ધ્યાનમાં લઈ આ સંખ્યા પૂરી કરવા માટે આ પસંદગી પ્રક્રીયા શરૂ કરેલ છે. જો પુરતી સંખ્યામાં યોગ્ય ઉમેદવાર ન મળે તો ઉપર (૧) માં જણાવ્યા મુજબ કે પુનઃભરતીના વિકલ્પ ધ્યાને લઈ શકશે.

(10) ભરતી પ્રક્રિયા દરમ્યાન કોઈ પણ બાબત છુપાવ્યા કે ગેરમાર્ગે દોર્યાનું ફલિત થશે તો તે ઉમેદવારને ગમે તે તબક્કે ગેરલાયક ઠરાવવામાં આવશે.

(11) ટ્રાફિક બ્રિગેડ માનદ સેવક – સેવિકાઓ સ્વીકારવા માટેના ધોરણો :-

  • અરજદાર ધોરણ 9 કે તેથી વધારે ભણેલા હોવા જોઇએ.
  • અરજદારની ઉંમર પસંદગી વખતે 18 થી 40 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
  • ઉંચાઈ પુરુષો માટે SC/ST/OBC માટે 162 સેમી., General માટે 165 સેમી., અને મહિલા માટે SC/ST/OBC માટે 150 સેમી., General માટે 155 સેમી. તેમજ ખોડખાંપણ ન હોવી જોઇએ.
  • NCC, NSS, RSP, હોમગાર્ડ વિગેરે પ્રવૃત્તિ કરેલા, રમત-ગમતમા જિલ્લા//યુનિવર્સીટી સ્તરની સ્પર્ધામાં ભાગ લીધેલ કોમ્પ્યુટર અને ડ્રાઇવીંગની જાણકારી ધરાવનારને અગ્રતા આપવામાં આવશે.
  • શારીરિક ક્ષમતા કસોટી (૧) પુરુષ : 800 મીટર દોડ (4 મિનિટ), (૨) મહિલા : 400 મીટર દોડ (3 મિનિટ)

(12) ફોર્મ ભરવા સંબધે ખાસ સુચના : કચેરીના ઉપયોગ માટેના ફોર્મના ભાગમાં કોઈ વિગત ઉમેદવારે ભરવાની નથી આમ છતાં જો કોઈએ આ સુચનાનો ભંગ કર્યો હશે તો તેનું ફોર્મ રદ કરવામાં આવશે.

 

માનદસેવક / સેવિકા તરીકે જોડાવા માંગતા ઉમેદવારોએ અરજીપત્રક સાથે બિડાણ રાખવાના દસ્તાવેજોનું લીસ્ટ

  1.  પાસપોર્ટ સાઇઝના બે ફોટોગ્રાફ્સ
  2. શાળા છોડયાનું પ્રમાણપત્ર (LC)
  3. માર્કશીટ ધોરણ ૦૯ અને તેથી ઉપરની (વધુ અભ્યાસ હોય તો)
  4.  પાસ કર્યાનું પ્રમાણપત્ર ધોરણ ૧૦ અને તેથી ઉપરના (વધુ અભ્યાસ હોય તો)
  5.  પ્રયત્ન પ્રમાણપત્ર (એટેમ્પ્ટ સર્ટીફિકેટ્સ)
  6.  આધાર કાર્ડ/પાન કાર્ડ/ચૂટણી કાર્ડ (કોઈ પણ એક)
  7.  રેશનકાર્ડની નકલ (અથવા રહેઠાણનો પુરાવો)
  8. અન્ય પ્રમાણપત્રો
  • a) અનુભવનું પ્રમાણપત્ર (જો હોય તો)
  • b) કોમ્પ્યુટરનું પ્રમાણપત્ર (જો હોય તો)
  • c) ડ્રાઇવિંગ લાઈસન્સ (જો હોય તો)
  • d) સક્ષમ અધિકારીશ્રીનું જાતિ અંગેનું પ્રમાણપત્ર (જો હોય તો)
  • e) અન્ય લાયકાતના પ્રમાણપત્રો (જો હોયતો)

અન્ય જરૂરી પ્રમાણપત્રો (જો હોય તો) જેવા કે NCC, NSS, હોમગાર્ડ, સ્પોર્ટ્સ, RSP, સિવિલ ડિફેન્સ વિગેરે (જે લાગુ પડતું હોય તે તથા અન્ય કોઈ સંસ્થામાં સેવા/ફરજ બજાવેલ હોય તો તેની વિગત)

Hello friends, my name is Vijay Kumar and I am the owner of this website. This website provides updates on every new recruitment and provides free online mock tests for friends preparing for competitive exams.

49 thoughts on “9 પાસ પર ટ્રાફિક બ્રિગેડની ભાઇઓ અને બહેનો માટે નવી ભરતી જાહેર , મેળવો સંપૂર્ણ માહિતી | traffic brigade new vacancy 2025”

  1. 🎯 𝗠𝗔𝗡𝗝𝗜𝗟 𝗔𝗕𝗛𝗜 𝗗𝗨𝗥 𝗛𝗘 𝗟𝗘𝗞𝗜𝗡 𝗝𝗔𝗡𝗔 𝗝𝗔𝗥𝗨𝗥 𝗛𝗘 _________🥀🐼📸💖……💙❤️————————–

    Reply

Leave a Comment

error: Content is protected !!