WhatsApp Group Join Now
Telegram Group Join Now

બંધારણમાં અત્યાર સુધીમાં થયેલ મહત્વના બંધારણીય સુધારાઓ | Most imp Constitutional Amendments 

Most imp Constitutional Amendments : ભારતના બંધારણમાં અત્યાર સુધીમાં કુલ 106 બંધારણીય સુધારા થયેલ છે આ 106 બંધારણીય સુધારામાંથી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી જે ખૂબ જ ઉપયોગી (IMP) છે અને વારંવાર વિવિધ પરિક્ષામાં જેના પ્રશ્ર્નો પુછાય છે તે બંધારણીય સુધારાઓ વિશેની માહિતી આજનાં આ લેખમાં જોઈશું.

 

1 મો બંધારણીય સુધારો 1951

  • અનુસૂચિ 9 ઉમેરવામાં આવી. (જમીન સુધારણ અને લગતો કાયદો)
  • અનુચ્છેદ 19 માં વાણી સ્વતંત્રતા પર અમુક નિયંત્રણ મૂકવામાં આવ્યું.

 

7 મો બંધારણીય સુધારો 1956

  • બે કે તેથી વધુ રાજ્યો કે કેન્દ્રશાસિત પ્રદેશમાં સંયુક્ત હાઇકોર્ટની જોગવાઈ કરવામાં આવી.
  • બે કે તેથી વધુ રાજ્યો કે કેન્દ્રશાસિત પ્રદેશમાં એક જ વ્યક્તિને રાજ્યપાલ તરીકે નિયુક્ત કરી શકાશે.

 

21 મો બંધારણીય સુધારો 1967

  • અનુસૂચિ 8 માં 15મી સિંધી ભાષા ઉમેરવામાં આવી.

 

24 મો બંધારણીય સુધારો 1971

  • સંસદને સત્તા આપવામાં આવી કે તે મૂળભૂત અધિકાર સહિત સંપૂર્ણ બંધારણમાં સુધારો કરી શકશે.
  • બંધારણીય સુધારા વિધિયક રાષ્ટ્રપતિની મંજૂરી માટે મોકલવામાં આવે ત્યારે રાષ્ટ્રપતિ ફરજિયાત મંજૂરી આપવા માટે બંધાવેલ છે.

 

26 મો બંધારણીય સુધારો 1971

  • સલીયાણા નાબૂદી

 

36 મો બંધારણીય સુધારો 1975

  • સિક્કિમને પૂર્ણ રાજ્યનું દરજ્જો આપવામાં આવ્યો.

 

42 મો બંધારણીય સુધારો 1976

  • આ સુધારાને લઘુ બંધારણ / મીની બંધારણ કહેવાય છે.
  • આમુખમાં ત્રણ શબ્દ ઉમેરવામાં આવ્યા. 1) સમાજવાદી. 2) બિનસાંપ્રદાયિકતા. 3) અખંડિતતા
  • ભાગ 4(A) અને ભાગ 14(A) ઉમેરવામાં આવ્યા.
  • લોકસભા અને રાજ્યની વિધાનસભાની મુદ્દત પાંચ વર્ષથી વધારીને છ વર્ષ કરવામાં આવી.
  • રાષ્ટ્રપતિ શાસનની મુદત છ મહિનાથી વધારીને એક વર્ષ કરવામાં આવી.
  • મંત્રીમંડળની સલાહ રાષ્ટ્રપતિ માટે ફરજિયાત બનાવવામાં આવી.
  • રાજ્ય યાદીના પાંચ વિષયોને સંમવતી યાદીમાં મૂકવામાં આવ્યા.
  • 1) શિક્ષણ. 2) વન. 3) વન્ય પ્રાણી અને જીવજંતુ. 4) તોલ અને માપ 5) સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટ સિવાયની અદાલતો બનાવવા અંગેની જોગવાઈ.
  • આ સુધારામાં મોટાભાગના સુધારા સરદાર સુવર્ણ સિંહ સમિતિની ભલામણથી કરવામાં આવ્યા હતા.

 

44 મો બંધારણીય સુધારો 1978

  • મિલકતના મૂળભૂત અધિકારને કાનૂની અધિકાર બનાવવામાં આવ્યો.
  • લોકસભા અને રાજ્યની વિધાનસભાનો કાર્યપાળ છ વર્ષથી ઘટાડીને પાંચ વર્ષ કરવામાં આવ્યો.
  • રાષ્ટ્રપતિ શાસનની મુદત 1 વર્ષથી ઘટાડીને 6 માસ કરવામાં આવી.
  • મંત્રીમંડળની સલાહ રાષ્ટ્રપતિ એકવાર પુનઃ વિચારણા માટે મોકલી શકશે.ત્યારબાદ બીજી વાર મંજૂરીમાં આપવા બંધાયેલ છે.
  • રાષ્ટ્રપતિ રાષ્ટ્રીય કટોકટી મંત્રીમંડળની લેખિત સલાહથી જ જાહેર કરી શકશે.

 

52 મો બંધારણીય સુધારો 1985

  • પક્ષ પલટા વિરોધી કાયદો ( પક્ષાંતર ધારો – અનુસૂચિ 10 )

 

61 મો બંધારણીય સુધારો 1988

  • મતદાન ની ઉંમર 21 વર્ષથી ઘટાડીને 18 વર્ષ કરવામાં આવી.

 

65 મો બંધારણીય સુધારો 1990

  • અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે રાષ્ટ્રીય આયોગની સ્થાપના.

 

69 મો બંધારણીય સુધારો 1991

  • દિલ્હીને રાષ્ટ્રીય રાજધાની જાહેર કરી.

 

70 મો બંધારણીય સુધારો 1992

  • દિલ્હી અને પુડુચેરીના ચૂંટાયેલા વિધાનસભાના સભ્યોને રાષ્ટ્રપતિની ચૂંટણીમાં સામેલ કરવામાં આવ્યા.

 

71 મો બંધારણીય સુધારો 1992

  • અનુસૂચિ આઠમાં કોકણી, મણિપુરી અને નેપાળી ત્રણ ભાષા ઉમેરવામાં આવી.

 

73 મો બંધારણીય સુધારો 1992

  • પંચાયતી રાજને બંધારણીય દરજ્જો આપવામાં આવ્યો.
  • ( ભાગ 9 ) ( અનુચ્છેદ 243 થી 2430 સુધી ) (અનુસૂચિ 11)

 

74 મો બંધારણીય સુધારો 1992

  • નગરપાલિકા અને મહાનગરપાલિકાને બંધારણીય દરજ્જો. ( શહેરી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ )
  • ( ભાગ 9A ) ( અનુચ્છેદ 243P થી 243ZG સુધી ) (અનુસૂચિ 12)

 

77 મો બંધારણીય સુધારો 1995

  • અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની બઢતીમાં અનામત.

 

84 મો બંધારણીય સુધારો 2001

  • લોકસભાની બેઠકો ફાળવવાની જે જોગવાઈ હતી તેમાં 25 વર્ષનો વધારો કરવામાં આવ્યો એટલે કે 2026 સુધી.

 

86 મો બંધારણીય સુધારો 2002

  • 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો મૂળભૂત અધિકાર અપાયો. (અનુચ્છેદ 21A)
  • ભાગ 4(A) માં 11મી મૂળભૂત ફરજ ઉમેરવામાં આવી.

 

89 મો બંધારણીય સુધારો 2003

  • અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે જે રાષ્ટ્રીય આયોગ હતું તેનું બે ભાગમાં વિભાજન કરવામાં આવ્યું.
  • અનુસૂચિત જાતિ ( અનુચ્છેદ 338 )
  • અનુસૂચિત જનજાતિ ( અનુચ્છેદ 338A )

 

91 મો બંધારણીય સુધારો 2003

  • કેન્દ્રીય મંત્રીમંડળમાં મંત્રીઓની સભ્ય સંખ્યા વડાપ્રધાન સહિત લોકસભાની કુલ સભ્ય સંખ્યા ના 15% થી વધુ નહીં.
  • રાજ્યના મંત્રીમંડળમાં મંત્રીઓની સભ્ય સંખ્યા મુખ્યમંત્રી સહિત વિધાનસભાની કુલ સભ્ય સંખ્યાના 15% થી વધુ નહીં અને ઓછામાં ઓછાં 12 સભ્યો હોવા જોઈએ.

 

92 મો બંધારણીય સુધારો 2003

  • અનુસૂચિ 8 માં ડોંગરી,બોડો,મેથાલી,સંઘાલી એમ કુલ નવી 4 ભાષા ઉમેરવામાં આવી.

 

97 મો બંધારણીય સુધારો 2011

  • સહકારી મંડળીને બંધારણીય દરજ્જો.
  • ( ભાગ 9B ) (અનુચ્છેદ 243ZH થી 243ZT સુધી.)

 

100 મો બંધારણીય સુધારો 2015

  • ભારત અને બાંગ્લાદેશ વચ્ચે જમીન સરહદ કરાર.

 

101 મો બંધારણીય સુધારો 2016

  • GST (ગુડ એન્ડ સર્વિસ ટેક્સ )
  •  GST નો અમલ 1 જુલાઈ 2017
  • અનુચ્છેદ 289 (A) : GST કાઉન્સિલની રચના

 

102 મો બંધારણીય સુધારો 2018

  • NCBC ને બંધારણીય દરજ્જો મળ્યો.
  • NCBC : નેશનલ કમિશન ફોર બેકવર્ડ ક્લાસીસ ( સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ )
  • અનુચ્છેદ 338(B) ઉમેરવામાં આવી.

 

103 મો બંધારણીય સુધારો 2019

  • EWS ને શૈક્ષણિક સંસ્થામાં અને જાહેર નોકરીમાં 10% અનામત.
  • આર્થીકના આધારે 10% અનામત લાગુ કરનાર ગુજરાત ભારતનું પ્રથમ રાજ્ય.

 

104 મો બંધારણીય સુધારો 2019

  • લોકસભા અને રાજ્યની વિધાનસભામાં એંગ્લો ઇન્ડિયન નું પદ રદ.
  • લોકસભા અને રાજ્યની વિધાનસભામાં SC અને ST સમુદાય માટે બેઠકો અનામત રાખવાની મુદત માં 10 વર્ષનો વધારો કરવામાં આવ્યો એટલે કે 2030 સુધી.

 

106 મો બંધારણીય સુધારો 2023

  • લોકસભા, રાજ્યની વિધાનસભા અને દિલ્હીની વિધાનસભામાં મહિલાઓ મા
  • ટે ૩૩ % બેઠકો અનામત રાખવાની જોગવાઈ.( નારી શક્તિ વંદન બિલ )
  • લાગુ થયાના 15 વર્ષ સુધી માન્ય રહેશે ત્યારબાદ સમયગાળો વધારવાની સત્તા સંસદની રહેશે.

 

Hello friends, my name is Vijay Kumar and I am the owner of this website. This website provides updates on every new recruitment and provides free online mock tests for friends preparing for competitive exams.

1 thought on “બંધારણમાં અત્યાર સુધીમાં થયેલ મહત્વના બંધારણીય સુધારાઓ | Most imp Constitutional Amendments ”

Leave a Comment

error: Content is protected !!