WhatsApp Group Join Now
Telegram Group Join Now

આંગણવાડીમાં ધોરણ 10 પાસ અને 12 પાસ પર 9878 જગ્યાઓ પર મોટી ભરતી જાહેર | Anganwadi New Recruitment 2025

Anganwadi New Recruitment 2025 : તાજેતરમાં જ ગુજરાતના મહિલા અને બાળવિકાસ વિભાગ દ્વારા આંગણવાડીની ખુબ જ મોટી ભરતી જાહેર કરવામાં આવેલ છે. આ ભરતી આંગણવાડી કાર્યકર અને તેડાગરની જગ્યાઓ માટે ભરતી જાહેર કરેલ છે. આ ભરતીમાં ફોર્મ ભરવા માટે શૈક્ષણિક લાયકાત ધોરણ 10 પાસ અને 12 પાસ રાખેલ છે.આ ભરતીમાં ઓનલાઇન ફોર્મ ભરવા માટે મહિલા અને બાળ વિકાસ વિભાગની વેબસાઇટ -e-hrms.gujarat.gov.in માં સુચનાઓ અને નિયમો વાંચી ને તારીખ 08/08/2025 થી તારીખ 30/08/2025 અરજી ઓનલાઇન અરજી કરવાની રહેશે.

આંગણવાડી ભરતી 2025

આ આંગણવાડી ભરતીની વિગતવાર સંપૂર્ણ માહિતી અહીં આપવામાં આવેલી છે, જેમ કે પોસ્ટ, શૈક્ષણિક લાયકાત, ઉંમર મર્યાદા, પગાર, ફોર્મ ભરવાની પ્રક્રિયા જેવી સંપુર્ણ માહિતી તેથી અહીં આપેલ સંપૂર્ણ માહિતી કાળજીપૂર્વક વાચી અહીં આપેલ યોગ્યતા ધરાવતા હોય અને ફોર્મ ભરવા ઈચ્છતા હોય તો વહેલી તકે ફોર્મ ભરી દેવું.

Anganwadi New Recruitment 2025 highlight

ભરતી કરનાર સંસ્થા મહિલા અને બાળ વિકાસ મંત્રાલય
પોસ્ટનું નામ કાર્યકર અને તેડાગર
કુલ જગ્યાઓ 9878
નોકરીનું સ્થળ તમારા ગામમાં અથવા નજીકના ગામમાં
ફોર્મ ભરવાનું માધ્યમ ઓનલાઇન
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 30 ઓગસ્ટ 2025
ઓફિશીયલ વેબસાઈટ https://e-hrms.gujarat.gov.in

 

કુલ જગ્યાઓ અને પોસ્ટ

  • કુલ જગ્યાઓ : 9878
  • પોસ્ટ : કાર્યકર અને તેડાગર

 

શૈક્ષણિક લાયકાત

  • આંગણવાડી કાર્યકર : 12 પાસ
  • આંગણવાડી તેડાગર : 10 પાસ

 

ઉંમર મર્યાદા

  • ઓછાંમાં ઓછી ઉંમર 18 વર્ષ હોવી જોઈએ તથા 33 વર્ષ થી વધુ ન હોવી જોઈએ.

 

માસિક પગાર

  • આંગણવાડી કાર્યકર : 10,000
  • આંગણવાડી તેડાગર : 5000

 

પસંદગીની પ્રક્રિયા

  • ધોરણ 10 કે 12 ના મેરીટના આધારે

 

ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ અને સુચનાઓ

  • આ ભરતી માત્ર મહિલા ઉમેદવાર માટે છે.
  • અરજદાર પોતાના વિસ્તાર/ગામ/વોર્ડની આંગણવાડી કેન્દ્રોની ખાલી જગ્યાઓ ઉપર જ અરજી કરી શકે છે.
  • જન્મ તારીખના આધાર પુરાવા માટે લીવીંગ સર્ટીફીકેટ તથા ધોરણ -10/12 ની માર્કશીટ
  • સ્નાતક અને અનુસ્નાતકના તમામ સેમેસ્ટરની માર્કશીટ (દરેક પ્રયત્નની માર્કશીટ સાથે અપલોડ કરવાની રહેશે.)
  • વિધવા અંગેનું સક્ષમ અધિકારીનું નિયત નમુનાનું પ્રમાણપત્ર (જો લાગુ પડતું હોય તો)
  • આંગણવાડી તેડાગર તરીકેના અનુભવ અંગેનું પ્રમાણપત્ર (લાગુપડતું હોય તો)
  • અરજદારે રજુ કરવામાં આવેલ માહિતી અને પ્રમાણપત્ર સાચા છે તે પ્રમાણિત કરેલ પરિશિષ્ટ-2 મુજબના નમુનાનું સ્વઘોષણા (self-declaration) અરજદારે રજુ કરવુ.

રહેવાસી પ્રમાણપત્ર (મામલતદારશ્રી દ્વારા આપવાના થતાં નિયત નમૂના મુજબ)

ગ્રામીણ :- AWC જે મહેસૂલી ગામમાં સ્થાપિત હોય ત્યાની ઓછામાં ઓછી એક વર્ષની સ્થાનિક રહેવાસી હોવી જોઈએ. (ગ્રામ પંચાયતનાં વી.સી.ઇ. ધ્વારા ઓનલાઇન અરજી કરી આપવામાં આવશે)

શહેરી :- AWC જે ચૂંટણી વોર્ડમાં સ્થાપિત હોય ત્યાની ઓછામાં ઓછી એક વર્ષની સ્થાનિક રહેવાસી હોવી જોઈએ. રહેવાસી પ્રમાણપત્ર જાહેરાત પ્રસિધ્ધ થયા તારીખનાં છ માસથી વધારે જુનુ ન હોવું જોઇએ.

આંગણવાડી કાર્યકર અને તેડાગરની ભરતીમાં કોને અયોગ્ય ગણવામાં આવશે

  • ગુનાહિત ઇતિહાસ, પોલીસ ફરીયાદ અથવા કોર્ટ ધ્વારા સજા જાહેર કરેલ હોય.
  • નાદાર જાહેર કરેલ હોય.
  • સરકારી / અર્ધસરકારી / માનદ સેવામાંથી ફરજ-મોકુફ કરવામાં આવેલ હોય
  • એક જ આંગણવાડીમાં એક જ કુટુંબના સભ્યો (સાસુ-વહુ, દેરાણી-જેઠાણી, બે બહેનો, નણંદ-ભાભી)
  • સ્થાનિક સ્વરાજની સંસ્થા / વિધાનસભા / લોકસભા અથવા કોઇપણ સરકારી સંસ્થા / રજીસ્ટર સોસાયટી / રજીસ્ટરટ્રસ્ટમાં માનદ વેતનનું અથવા ચુંટાયેલ પદ ધરાવતાં હોય.

 

અગત્યની તારીખ

  • ફોર્મ ભરવાનું ચાલું થયું 8 ઓગસ્ટ 2025
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 30 ઓગસ્ટ 2025

 

અગત્યની લીંક

ઓફિશીયલ નોટીફિકેશન જોવા માટે  અહીં ક્લિક કરો 
ઓનલાઇન ફોર્મ ભરવા માટે અહીં ક્લિક કરો 
આવનાર દરેક ભરતીની માહિતી વોટ્સએપ પર મેળવવા જોડાઓ વોટ્સએપ ગ્રુપમાં 👉 અહીં ક્લિક કરો

 

Hello friends, my name is Vijay Kumar and I am the owner of this website. This website provides updates on every new recruitment and provides free online mock tests for friends preparing for competitive exams.

28 thoughts on “આંગણવાડીમાં ધોરણ 10 પાસ અને 12 પાસ પર 9878 જગ્યાઓ પર મોટી ભરતી જાહેર | Anganwadi New Recruitment 2025”

Leave a Comment

error: Content is protected !!