WhatsApp Group Join Now
Telegram Group Join Now

GSRTC માં 12 પાસ પર કન્ડક્ટરની ન્યુ ભરતી જાહેર | GSRTC Conductor New Recruitment 2025

GSRTC Conductor New Recruitment 2025 : ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ફક્ત દિવ્યાંગ ઉમેદવારો માટે કન્ડક્ટરની કુલ 571 જગ્યાઓ માટે ન્યુ ભરતી જાહેર કરવામાં આવેલ છે.આ ભરતીમાં ફોર્મ ભરવા ઈચ્છતા ઉમેદવારો https://ojas.gujarat.gov.in વેબસાઈટ પર ભરી શકે છે.આ ભરતીમાં ઓનલાઇન ફોર્મ ભરવાનું 16 સપ્ટેમ્બર 2025 થી ચાલું થઈ ગયું છે તથા ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 1 ઓક્ટોબર 2025 છે.આ ભરતીની વિગતવાર સંપુર્ણ માહિતી અહીં આપવામાં આવેલી છે.

અરજી કરનાર ઉમેદવારોએ સૌથી પહેલાં વિગતવાર સુચનાઓ / જાહેરાત દરેક ઉમેદવારે પ્રથમ ધ્યાનથી વાંચવી જરૂરી છે. ઉમેદવારોએ પોતાની શૈક્ષણિક લાયકાત, ઉંમર, જાતિ, અનુભવ તેમજ અન્ય લાયકાતનાં બધા જ અસલ પ્રમાણપત્રો હાલમાં પોતાની પાસે જ રાખવાના રહેશે અને અરજીપત્રકમાં તે પ્રમાણપત્રોમાં દર્શાવ્યા મુજબની જરૂરી વિગતો ભરવાની રહેશે. જેથી અરજીમાંની ખોટી વિગતોના કારણે અરજી રદ થવા પાત્ર ઠરે નહિં.

 

GSRTC કન્ડક્ટર ન્યુ ભરતી હાઈલાઈટસ

ભરતી કરનાર સંસ્થા ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ
પોસ્ટ નું નામ કન્ડક્ટર
કુલ જગ્યાઓ 571
ભરતીનો‌ પ્રકાર સરકારી
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 1 ઓક્ટોબર 2025
ઓફિશીયલ વેબસાઈટ https://gsrtc.in

 

કુલ જગ્યાઓ અને પોસ્ટનું નામ

  • પોસ્ટ નું નામ : કન્ડક્ટર
  • કુલ જગ્યાઓ : 571

 

શૈક્ષણિક લાયકાત

  • આ કન્ડક્ટરની ભરતીમાં ફોર્મ ભરવા માટે તમે ધોરણ 12 પાસ કરેલ હોવા જોઈએ અથવા ધોરણ 10 પાસ + ડિપ્લોમાનો કોર્ષ કરેલ હોવા જોઈએ.

 

દર મહિને પગાર

  • શરૂના 5 વર્ષ માટે દર મહિને 26000 ₹ ફીક્સ પગાર આપવામાં આવશે.

 

ઉંમર મર્યાદા

  • ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષ હોવી જોઈએ તથા 43 વર્ષ કરતા વધુ ઉંમર ન હોવી જોઈએ. જો તમે અનામત કેટેગરીના ઉમેદવાર છો તમને ઉંમરમાં છુટછાટ મળવાપાત્ર છે જેનો ઉલ્લેખ ઓફીશીયલ નોટીફીકેશન આપેલ છે.

 

કન્ડક્ટરની લેખિત પરિક્ષાનો સિલેબસ

 વિષય  માર્ક
સામાન્ય જ્ઞાન / ગુજરાતનો ઇતિહાસ / ભુગોળ / ગુજરાતના વર્તમાન બનાવો (ધો.12 કક્ષાનું ) 20
રોડ સેફટી 10
ગુજરાતી વ્યાકરણ (ધો. 12 કક્ષાનું) 10
અંગ્રેજી વ્યાકરણ (ધો. 12 કક્ષાનું) 10
ગણિત અને રીજનીંગ 10
નિગમને લગતી માહિતી / ટીકીટ અને લગેજ ભાડાના ગાણિતિક પ્રશ્નો 10
મોટર વ્હીકલ એકટની પ્રાથમિક જાણકારીના પ્રશ્નો / પ્રાથમિક સારવારના અંગેના પ્રશ્નો / કંડકટરોની ફરજો 10
કોમ્પ્યુટરના ઉપયોગની પાયાની જાણકારીના પ્રશ્નો 20
 સમય 1 કલાક   કુલ માર્ક 100

 

પસંદગીની પ્રક્રિયા

  • કુલ 100 માર્કની MCQ પરિક્ષા રહેશે તથા તેના માર્કના આધારે તેમની પસંદગી કરવામાં આવશે. ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે કુલ જગ્યાના દોઢ ગણા ઉમેદવારોને બોલાવવામાં આવશે.

 

કન્ડક્ટરની ફરજો

  • ચાલુ બસમાં મુસાફર જનતાની વચ્ચે સતત ઉભા રહીને મુસાફર ધ્વારા બોલેલ શબ્દો સાંભળી, યોગ્ય દરની અને નિયત સ્ટોપેજની ઈબીટીએમ મશીનમાંથી ટીકીટ આપી. આગળ પાછળ જઈ નાણાંનો વ્યવહાર કરવો.
  • બસ સ્ટેશન / કંટ્રોલ પોઈન્ટ ઉપર બસ રોકાય ત્યારે બસમાંથી ઉતરીને બસની નોંધણી કરાવવી.
    સામાન્ય રીતે બસ સ્ટેશનમાં પ્રથમ માળ ઉપર જઈ ઈશ્યુ કરેલ ટીકીટના રૂપિયા કેશ ઓફીસમાં જમા કરાવવા.
  • ઓનલાઈન બુકીંગ બારી ઉપરથી રીઝર્વેશન ટ્રીપ ચાર્ટ મેળવવું અને ઓનલાઈન ટીકીટની ચકાસણી કરી મુસાફરોને ઈબીટીએમ મશીનમાંથી ટીકીટ આપવી.
    બસ સ્ટેશન / કંટ્રોલ પોઈન્ટના પ્લેટફોર્મ ઉપર બસ લગાડાવવી અને બસ રીવર્સ લેવડાવવી.
  • મહિલા, દિવ્યાંગ અને વૃધ્ધ મુસાફરોને બસમાં બેસાડવા મદદરૂપ થવું.
  • મુસાફરોનો સામાન બસમાં મુકવા મદદરૂપ થવું.
  • બસની મુસાફરી દરમ્યાન આગળના સ્ટોપનું એનાઉન્સ કરવું. બસનો દરવાજો ઉઘાડ-બંધ કરવો, બસના મુસાફરોને જે તે સ્ટોપેજ ઉપર ઉતારવા અને નવીન મુસાફરોને ચઢાવવા.
  • સાંકડો રોડ, સીટી સિગ્નલ અને જંકશન રોડમાં ટ્રાફીક ગીચતા માટે ડ્રાયવરને મદદરૂપ થવાની કામગીરી.
    બ્રેકડાઉન અને અકસ્માતના સંજોગોમાં નજીકના ડેપોના કંટ્રોલ પોઈન્ટને જાણ કરવી તથા પ્રાથમિક સારવાર ઉપલબ્ધ કરવી, પોલીસ અને મેડીકલ ટીમને મદદરૂપ થવું.
  • અનિર્ધારિત બ્રેકડાઉન ટાયર પંચર વખતે બસ દુરસ્ત કરાવવા ડ્રાયવરને મદદરૂપ થવું.
  • કુદરતી આપદા, મેળાઓ, ચુંટણીઓ અને કેજયુએલ કોન્ટ્રાકટની ફરજ બજાવવી વગેરે

 

ફોર્મ ફ્રી (ચલણ)

  • દરેક કેટેગરીના પુરુષ અને મહિલા ઉમેદવારોએ 236 ₹નુ ઓનલાઇન ચલણ ભરવાનું રહેશે તથા આ ભરેલ ફ્રી પરત આપવામાં આવશે નહીં.

 

કન્ડક્ટરમાં ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ

  • ધોરણ 10 અને ધોરણ 12 ની માર્કશીટ
  • L.C (લિવિંગ સર્ટિફિકેટ ).
  • ફર્સ્ટ એડ સર્ટીફીકેટ અથવા પાવતી.
  • કંડકટર લાયસન્સ
  • કંડકટર બેઝ સર્ટીફીકેટ
  • વિકલાંગ અંગેનું સર્ટીફીકેટ
  • આધારકાર્ડ
  • મોબાઈલ નંબર
  • ઈમેલ આઈડી
  • પાસપોર્ટ સાઈઝનો ફોટો
  • સહીંનો ફોટો

 

કન્ડક્ટરમાં અરજી કેવી રીતે કરવી ?

  • સૌપ્રથમ https://ojas.gujarat.gov.in વેબસાઈટ પર જવુ.ત્યારબાદ “Apply Online પર Click કરવું .
  • Apply Now પર click કરવાથી Application ના Format ખુલશે જેમાા સૌ પ્રથમ Personal Details તમારે ભરવાની રહેશે ભરવી.
  • આવી જ રિતે શૈક્ષણિક લાયકાત અને અન્ય માહિતી ભરવાની થશે તથા પાસપોર્ટ સાઈઝનો ફોટો અને સહી અપલોડ કરવાની રહેશે , ત્યારબાદ ફાઈનલ સબમિટ આપવાનું થશે.
  • સંપૂર્ણ માહિતી ભર્યા બાદ છેલ્લે તમારે ઓનલાઈન ચલણ ભરવાનું થશે ,આ ચલણ ભર્યા બાદ તમારે ફોર્મ ભર્યાની PDF ડાઉનલોડ કરી લેવાની રહેશે.

 

અગત્યની તારીખ

ફોર્મ ભરવાનું ચાલું થયું 16 સપ્ટેમ્બર 2025
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 1 ઓક્ટોબર 2025
ચલણ ભરવાની અંત્તિમ તારીખ 3 ઓક્ટોબર 2025

 

અગત્યની લીંક

ઓફિશીયલ નોટીફિકેશન જોવા માટે  અહીં ક્લિક કરો
ફોર્મ ભરવા માટે અહીં ક્લિક કરો 
હોમ પેજ પર જવા માટે અહીં ક્લિક કરો

 

ખાસ અગત્યની સુચના

  • આ કન્ડક્ટરની ભરતી ફક્ત દિવ્યાંગ ઉમેદવારો માટે છે તથા આ ભરતીની અન્ય વિગતવાર સંપૂર્ણ માહિતી ઓફિશીયલ નોટીફિકેશનમાં આપેલ છે.

Hello friends, my name is Vijay Kumar and I am the owner of this website. This website provides updates on every new recruitment and provides free online mock tests for friends preparing for competitive exams.

5 thoughts on “GSRTC માં 12 પાસ પર કન્ડક્ટરની ન્યુ ભરતી જાહેર | GSRTC Conductor New Recruitment 2025”

Leave a Comment

error: Content is protected !!