WhatsApp Group Join Now
Telegram Group Join Now

ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ સિલેબસ 2025 | Gujarat Police Constable Syllabus 2025 

Gujarat Police Constable Syllabus 2025  : ગુજરાત સરકારના ગૃહમંત્રાલય દ્વારા 13000 + જગ્યાઓ પર ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ અને PSI ની નવી ભરતી નવેમ્બર થી ડિસેમ્બર 2025 સુધીમાં જાહેર થઈ શકે છે.

આ નવી ભરતી ટુંક સમયમાં જાહેર થવાની છે જેની ઘણા બધા મિત્રો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, આ પોલીસ કોન્સ્ટેબલની લેખિત પરિક્ષામાં પાસ થવા માટે પરિક્ષાનો વિગતવાર સિલેબસ ખ્યાલ હોવો ખુબજ જરૂરી છે. જો લેખીત પરીક્ષાનો સિલેબસ ખ્યાલ હશે તો પરિક્ષામાં પાસ થવું થોડું સરળ બની જતું હોય છે, તેથી અહીં પોલીસ કોન્સ્ટેબલની લેખિત પરિક્ષામાં ક્યાં વિષયમાંથી ક્યાં ટોપીક પુછવામાં આવે છે તેની વિગતવાર માહિતી મેળવીશું.

 

પોલીસ કોન્સ્ટેબલની લેખિત પરિક્ષા કુલ 2 ભાગમાં વિભાજીત

પોલીસ કોન્સ્ટેબલની લેખિત પરિક્ષા કુલ બે પાર્ટમાં વિભાજીત કરેલ છે જેમાં પ્રથમ પાર્ટ 80 માર્કનો છે તથા પાર્ટ 2 એ કુલ 120 માર્કનો છે. પાર્ટ 1 માં કુલ 80 માર્ક માંથી 40% માર્ક એટલે કે 32 માર્ક મેળવવા ફરજીયાત છે તેવી જ રિતે પાર્ટ 2 કુલ 120 છે તેમાં પણ 40% માર્ક એટલે કે 48 માર્ક મેળવવા ફરજીયાત છે.

જો આ બન્નેમાં 40% માર્ક કે તેથી વધુ માર્ક આવે તોજ મેરીટ બનતું હોય છે. આ મેરીટના માર્કના આધારે ફાઇનલ મેરીટમાં સમાવેશ થાય છે અને પોલીસમાં સિલેકસન થતું હોય છે.

 

પોલીસ કોન્સ્ટેબલ પાર્ટ 1 લેખીત પરિક્ષાનો સિલેબસ

 વિષય  માર્ક/ પ્રશ્નો 
રીજનીગ  30
ગણિત 30
ગુજરાતી કોમ્પ્રીયન્સન (ફકરા પરથી જવાબ) 20
 કુલ 80 માર્ક/પ્રશ્નો 

 

  • કુલ 80 પ્રશ્નો રહેશે તથા દરેક પ્રશ્નનો 1 માર્ક રહેશે.
  • દર એક પ્રશ્ર્ના સાચાં જવાબ પર 1 માર્ક મળશે.
  • દર એક પ્રશ્ર્ના ખોટા જવાબ પર 0.25 નેગેટિવ માર્ક રહેશે.
  • પાર્ટ 1 અને પાર્ટ 2 માટે કુલ 3 કલાકનો સમય આપવામાં આવે છે.
  • પાર્ટ 1 અને પાર્ટ 2 બન્ને MCQ પેપર રહેશે.
  • પાસ પાર્ટ 1 માં પાસ થવા માટે 80 માર્કમાંથી 32 કે તેથી વધુ માર્ક મેળવવાના રહેશે.

અહીં રિઝનિગ, ગણિતના ચેપટરના નામ ઓફિશીયલ રિતે આપવામાં આવેલ નથી.તેથી ગણિત અને રીજનીંગના દરેક ચેપટર તૈયાર કરવાના રહેશે.

 

પોલીસ કોન્સ્ટેબલ પાર્ટ 2 લેખીત પરિક્ષાનો સિલેબસ

વિષય માર્ક/પ્રશ્નો
ભારતીય બંધારણ  30
વિજ્ઞાન અને ટેકનોલોજી, જનરલ નોલેજ, કરંટ અફેટસ 40
ઈતિહાસ, ભુગોળ અને સાંસ્કૃતિક વારસો 50
 કુલ માર્ક/ પ્રશ્નો : 120

 

  • કુલ 120 પ્રશ્નો રહેશે તથા દરેક પ્રશ્નનો 1 માર્ક રહેશે.
  • પાર્ટ 2 નું પેપર MCQ પેપર રહેશે.
  • પાસ થવા માટે પાર્ટ 2 માં 120 માર્કમાંથી 48 કે તેથી વધુ માર્ક ફરજીયાત મેળવવાના રહેશે.

 

ભારતનું બંધારણ ( 30 માર્ક )

  • ભારતીય બંધારણનો ઉદભવ અને વિકાસ અને લાક્ષણિકતાઓ
  • બંધારણનુ આમુખ
  • મૂળભૂત અધિકારો
  • મુળભુત ફરજો
  • રાજયનીતિના માર્ગદર્શક સિધ્ધાંતો
  • બંધારણની જોગવાઈઓ
  •  બંધારણીય સુધારાની પ્રક્રિયા તથા સુધારાઓ
  •  બંધારણનું અંતર્નિહિત માળખું
  •  સંઘ અને રાજયના કાર્યો અને જવાબદારીઓ
  • સંસદીય વ્યવસ્થા, સંસદ અને રાજય વિધાનમંડળ : માળખુ, કાર્યો, સત્તા અને વિશેષાધિકારો, રાષ્ટ્રપતિ અને રાજયપાલની ભૂમિકા, કાર્યપાલિકા અને ન્યાયપાલિકા.
  • સમવાય તંત્ર તથા કેન્દ્ર-રાજય સંબંધો
  • બંધારણીય સંસ્થાઓ, વૈધાનિક, નિયમનકારી અને અર્ધ-ન્યાયિક સંસ્થાઓ.
  • પંચાયતી રાજ તથા સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ

 

વિજ્ઞાન અને ટેકનોલોજી, જનરલ નોલેજ, કરંટ અફેટસ ( 40 માર્ક )

વિજ્ઞાન અને ટેકનોલોજી:

  • રોજબરોજના જીવનમાં વિજ્ઞાન અને ટેકનોલોજી.
  •  ખાદ્યસામગ્રીના વિવિધ પ્રાપ્તિસ્થાન અને આહારના ઘટકો , અન્નસ્ત્રોતોમાં સુધારણા , પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન
  •  સજીવોના લક્ષણો , સજીવોમાં જોવા મળતી વિવિધતા , પોષણ , અનુકૂલન , સજીવોના જુદાં જુદાં અંગો અને તંત્રો , સજીવોનું સંરક્ષણ
  • આપણા આસપાસ થતાં ફેરફારો તથા ભૌતિક અને રાસાયણિક ફેરફારો.
  •  અંતર, બળ ,ગતિ, દબાણ, ઘર્ષણ, ગુરૂત્વાકર્ષણ, કાર્ય અને ઉર્જા
  • એસિડ, બેઈઝ અને ક્ષાર
  • સૂક્ષ્મજીવો, સ્વસ્થ શરીર, રોગ અને તેના કારણો
  • વિદ્યુત અને પરિપથ, વિદ્યુતપ્રવાહ અને તેની અસરો
  •  કુદરતી અને કુત્રિમ રેસા, કાપડ અને પ્લાસ્ટિક
  •  ચુંબક, ઉષ્મા, ધ્વનિ, દહન, ધાતુ, અધાતુ, કોલસો અને પેટ્રોલિયમ
  •  હવા અને તેનું બંધારણ , વાવાઝોડું અને ચક્રવાત , પવન , વાવાઝોડું અને ચક્રવાત, હવાનું પ્રદૂષણ ,હવામાન અને આબોહવા
  •  પાણી અને તેના પ્રાપ્તિસ્થાન, જળચક, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, જળ સંગ્રહ, જળ સંરક્ષણ અને જળ પ્રદૂષણ
  •  કચરાનો સંગ્રહ અને નિકાલ
  • ભૂમિ, જંગલ અને તેનું મહત્વ, કુદરતી સ્ત્રોતો, ઉર્જાના સ્ત્રોતો, જૈવ – ભૂ- રાસાયણિક ચક્રો
  •  તારાઓ અને સૂર્યમંડળ
  •  પર્યાવરણ જાળવણી તથા પ્રદૂષણ અને તેનું નિયંત્રણ

સામાન્ય જ્ઞાન ( GK ) :

કરંટ અફેર ( છેલ્લા 6 મહિનાનું ) :

 

ભુગોળ , ઈતિહાસ અને સાંસ્કૃતિક વારસો ( કુલ 50 માર્ક )

ઈતિહાસ:

  • સિંધુખીણની સભ્યતા
  • વૈદિક યુગ
  •  જૈન અને બૌધ્ધ ધર્મ
  •  ગણરાજયો તથા પ્રથમ મગધ સામ્રાજય
  • મઘ્ય એશિયા સાથેનો સંપર્ક અને તેના પરિણામો
  •  હરિઅંક, નંદ, મૌર્ય, શૃંગ, કણ્વ, શક, કુષાણ, સાતવાહન, ગુપ્ત, હર્ષવર્ધન, પલ્લવ, ચાલુકય, ગુર્જર પ્રતિહાર, ચૌલ, પાલ, દિલ્હી સલ્તનત, મુગલ સામ્રાજય, વિજયનગર સામ્રાજય, મરાઠા તથા અન્ય ભારતીય રાજાઓ તથા રાજવંશો – તેના શાસકો , વહીવટી તંત્ર , આર્થિક અને સામાજિક પરિસ્થિતિ , ધર્મ , કલા અને સંસ્કૃતિ , સાહિત્ય
  • ભારતમાં યુરોપિયન વેપારી કંપનીઓનું આગમન તથા સર્વોચ્ચતા માટેનો તેમનો સંઘર્ષ
  •  ભારતમાં કંપની શાસન
  •  1817 નો બળવો અને ભારતમાં બ્રિટીશ તાજનું શાસન
  •  ભારત સ્વાતંત્રતા માટેની ચળવળો તથા સ્વતાંત્ર્ય પ્રાપ્તિ અને આઝાદી પછીનું ભારત
  • 19 મી આને 20 મી સદીમાં ભારતના ધાર્મિક અને સામાજિક સુધારા આંદોલનો
  •  ગુજરાતના રાજવંશો અને તેના શાસકો , આર્થિક-સામાજિક પરિસ્થિતિ , આર્થિક-સામાજિક પરિસ્થિતિ , ધર્મ , સાહિત્ય , કલા અને સંસ્કૃતિ

 

સાંસ્કૃતિક વારસોઃ

  •  ગુજરાત અને ભારતનો સાંસ્કૃતિક વારસો : કળાના સ્વરૂપો, સાહિત્ય , શિલ્પ , સ્થાપત્ય , સંગીત , નૃત્ય ઈત્યાદિ
  •  ભારતીય જીવન પરંપરા, મેળા, ઉત્સવો, ખાણી-પીણી, પોશાક અને પરંપરાઓ
  •  ગુજરાતના સંગ્રહસ્થાનો, પુસ્તકાલય પ્રવૃત્તિ, સાંસ્કૃતિક-ધાર્મિક-સાહિત્યિક મહત્વ.
  • ગુજરાતી રંગભૂમિ : નાટકો, ગીતો, નાટયમંડળીઓ.
  •  આદિવાસી જનજીવન : તહેવારો, મેળા, પોશાક, ધાર્મિક વિધિઓ.
  • ગુજરાતી સાહિત્યઃ પ્રવાહો, વળાંકો, સાહિત્યકારો, સાહિત્યિક રચનાઓ અને સાહિત્ય સંસ્થાઓ.
  •  ગુજરાતના તીર્થસ્થળો અને પર્યટનસ્થળો.

 

ગુજરાત અને ભારતની ભૂગોળ : 

  •  સામાન્ય ભૂગોળ : સૂર્યમંડળના ભાગરૂપ પૃથ્વી, પૃથ્વીની ગતિ, સમય અને ઋતુની વિભાવના, પૃથ્વીની આંતરિક સંરચના, મુખ્ય ભૂમિ સ્વરૂપે અને તેની લાક્ષણિકતાઓ, વાતાવરણની સંરચના અને સંગઠન, આબોહવાના તત્વો અને પરિબળો, વાયુ સમયુચ્ય અને વાતાગ્ર, વાતાવરણીય વિક્ષોભ, આબોહવાકીય બદલાવ, મહાસાગરો : ભૌતિક, રાસાયણિક, જૈવિક લાક્ષણિકતાઓ, જલીય આપત્તિઓ, દરિયાઈ અને ખંડીય સંસાધનો.
  •  ભૌતિક ભૂગોળ : મુખ્ય પ્રાકૃતિક વિભાગો, ભૂકંપ, ભૂસ્ખલન, ચક્રવાત, પૂર તથા અન્ય કુદરતી આફતો, વિવિધ આબોહવા પ્રદેશો, કુદરતી વનસ્પતિ, રાષ્ટ્રીય ઉદ્યાન અને અભ્યારણ, જમીનના મુખ્ય પ્રકારો, ખડકો અને ખનિજો.
  • સામાજિક ભુગોળ : વસ્તી‌ વિતરણ, વસ્તી , ઘનતા , સાક્ષરતા , વસ્તીવૃધ્ધિ, સ્ત્રી પુરૂષ પ્રમાણ, જનજાતિઓ, નૃજાતિ સમૂહ , ભાષાકીય સમૂહ..
  • આર્થિક ભૂગોળ : અર્થતંત્રના મુખ્ય વિભાગ, કૃષિ, ઉદ્યોગ, સેવાઓ, તેમની મુખ્ય લાક્ષણિક્તાઓ, પાયાના ઉદ્યોગો – કૃષિ, ખનીજ, જંગલ, ઈધણ (બળતણ) અને માનવ શ્રમ આધારિત ઉદ્યોગો, પરિવહન અને વેપાર.
  • વર્તમાન પ્રવાહોના સંદર્ભમાં ભૂગોળ.
સિલેબસની PDF જોવા માટે   અહીં ક્લિક કરો 

 

Hello friends, my name is Vijay Kumar and I am the owner of this website. This website provides updates on every new recruitment and provides free online mock tests for friends preparing for competitive exams.

9 thoughts on “ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ સિલેબસ 2025 | Gujarat Police Constable Syllabus 2025 ”

Leave a Comment

error: Content is protected !!