હવામાન વિભાગે આપેલા વેધર મેપ પ્રમાણે છઠ્ઠી નવેમ્બર સુધીમાં ગુજરાતમાં હળવાથી ભારે વરસાદની શક્યતા છે. ત્રીજી નવેમ્બર સુધી રાજ્યભરમાં વધું વરસાદની આગાહી છે.
ગુજરાતમાં હાલ ચોમાસા જેવો વરસાદ પડી રહ્યો છે. ઓક્ટોબરના છેલ્લા દિવસ સુધી કમોસમી વરસાદનો માર રહ્યો છે. ત્યારે આગામી સાત દિવસ એટલે કે, ગુજરાતમાં 6 નવેમ્બર સુધી હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે હજી પહેલી નવેમ્બર સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.
હવામાન વિભાગના આજના બપોરના 12 કલાકના વેધર બુલેટિન પ્રમાણે, પૂર્વ-મધ્ય અરબી સમુદ્ર પરનું ડિપ્રેશન છેલ્લા 6 કલાક દરમિયાન 10 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-ઉત્તરપૂર્વ તરફ આગળ વધી રહ્યું હતું. આજે આ ડિપ્રેશન વેરાવળ (ગુજરાત) થી લગભગ 300 કિમી દક્ષિણપશ્ચિમ, દીવથી 320 કિમી દક્ષિણપશ્ચિમ, મુંબઈ (મહારાષ્ટ્ર) થી 460 કિમી પશ્ચિમ અને પંજી (ગોવા) થી 680 કિમી પશ્ચિમ-ઉત્તરપશ્ચિમમાં સ્થિત છે. આગામી 24 કલાક દરમિયાન તે પૂર્વ-મધ્ય અરબી સમુદ્રમાં ગુજરાત કિનારા તરફ લગભગ ઉત્તર-ઉત્તરપૂર્વ તરફ આગળ વધવાની સંભાવના છે. ત્યારબાદ ધીમે ધીમે તે નબળું પડવાની શક્યતા છે.
હવામાન વિભાગે આપેલા વેધર મેપ પ્રમાણે છઠ્ઠી નવેમ્બર સુધીમાં ગુજરાતમાં વરસાદની શક્યતા છે. ત્રીજી નવેમ્બર સુધી રાજ્યભરમાં હળવાથી ભારે વરસાદની આગાહી છે. જે બાદ ધીરે ધીરે વરસાદની તીવ્રતા ઓછી થતી હોય તેમ લાગી રહ્યું છે. આ સાથે માછીમારોને ત્રણ દિવસ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.
બીજા સપ્તા બાદ બંગાળના ઉપસાગરમાં ભારે ચક્રવાત થવાની શક્યતા રહેશે : અંબાલાલ પટેલ
તારીખ 4/થી 8 નવેમ્બરમાં ઉતર ભારતમાં પશ્ચિમી વિક્ષેપ આવવાની શક્યતા રહેશે જેના કારણે ગુજરાતના હવામાન પર અસર થઈ શકે છે અને ડિસેમ્બરની શરૂઆતમાં ઠંડી આવવાની શક્યતા રહેશે, પરંતુ હાડ થીજવતી ઠંડી 22 ડિસેમ્બરની આસપાસ આવી શકે છે, દેશના ઉત્તરીય પ્રદેશોમાં હિમચાદર ફેલાઈ જશે અને 27 ડિસેમ્બરથી ઠંડીનો ચમકારો વધશે.
22 ડિસ્મેબરથી 12 ફેબ્રુઆરી સુધી ઠંડી પડશે : અંબાલાલ પટેલ
અંબાલાલ પટેલનું કહેવું છે કે, 22 ડિસ્મેબરથી 12 ફેબ્રુઆરી સુધી ઠંડી પડશે અને લઘુતમ તાપમાન 8 ડિગ્રીથી પણ નીચું જશે, નવેમ્બરમાં પશ્ચિમી વિક્ષેપની શક્યતા રહેલી છે અને વિક્ષેપના કારણે ન્યૂનતમ-મહત્તમ તાપમાન ઘટશે, 22 ડિસેમ્બર દરમિયાન દેશના ઉત્તરીય પ્રદેશોમાં હિમવર્ષા થઈ શકે છે, આ વખતે હાડ થીજવતી ઠંડી દેશભરમાં પડવાની શકયતા છે અને દિવાળીના સમય દરમિયાન પ્રોપર ઠંડી બેસી જશે અને તેનો અહેસાસ શહેરીજનોને થઈ શકે છે.






