New recruitment of 9000 Anganwadi sisters 2026 : વર્ષ 2025 માં ગુજરાતના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા 9878 જગ્યાઓ માટે ભરતી જાહેર કરી હતી જે ભરતીમા ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 30 ઓગસ્ટ 2025 હતી, આ ભરતી પુર્ણ થઈ ગઈ છે તથા રિઝલ્ટ પણ જાહેર થઈ ગયું છે પરંતુ હવે ફરી એક 9,000 થી વધુ જગ્યાઓ માટે ભરતી ટુંક સમયમાં જાહેર થવાની છે આ આંગણવાડીની ભરતી કાર્યકર અને તેડાગર પોસ્ટ માટેની રહેશે.
ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસે જણાવ્યું હતું કે, આગામી સમયમાં 9 હજારથી વધુ આંગણવાડી બહેનોની ભરતી કરાશે. તે સાથે પોલીસ વિભાગમાં નિષ્પક્ષ અને સુવ્યવસ્થિત ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. રાજ્ય સરકારની મજબૂત આર્થિક સ્થિતિના સમયગાળામાં આ ભરતી કરાઇ રહી છે.

એમ.કે.દાસે આ ભરતીની જાહેરાત જાહેર મંચ પર કરી હતી જેનો વિડિયો જોવા માટે અહીં ક્લિક કરો.
અમારા વોટ્સએપ ગ્રુપમાં જો જોડાયેલ ન હોય તો જોડાઈ જવું જ્યારે પણ ઓફિશીયલ રિતે ભરતી જાહેર થશે ત્યારે તેમાં જાણ કરીશું.
આંગણવાડી ભરતી સંબંધિત અન્ય માહિતી
શૈક્ષણિક લાયકાત :
- આંગણવાડી કાર્યકર : 12 પાસ
- આંગણવાડી તેડાગર : 10 પાસ
ઉંમર મર્યાદા
- ઓછાંમાં ઓછી ઉંમર 18 વર્ષ હોવી જોઈએ.
માસિક પગાર
- આંગણવાડી કાર્યકર : 10,000
- આંગણવાડી તેડાગર : 5000
પસંદગીની પ્રક્રિયા
- મેરીટના આધારે
આંગણવાડીમાં ફોર્મ ભરવા માટે જરૂરી સૂચનાઓ અને ડોક્યુમેન્ટ
- આ ભરતી માત્ર મહિલા ઉમેદવાર માટે છે.
- અરજદાર પોતાના વિસ્તાર/ગામ/વોર્ડની આંગણવાડી કેન્દ્રોની ખાલી જગ્યાઓ ઉપર જ અરજી કરી શકે છે.
- જન્મ તારીખના આધાર પુરાવા માટે લીવીંગ સર્ટીફીકેટ તથા ધોરણ -10/12 ની માર્કશીટ
- સ્નાતક અને અનુસ્નાતકના તમામ સેમેસ્ટરની માર્કશીટ (દરેક પ્રયત્નની માર્કશીટ સાથે અપલોડ કરવાની રહેશે.)
- વિધવા અંગેનું સક્ષમ અધિકારીનું નિયત નમુનાનું પ્રમાણપત્ર (જો લાગુ પડતું હોય તો)
- આંગણવાડી તેડાગર તરીકેના અનુભવ અંગેનું પ્રમાણપત્ર (લાગુપડતું હોય તો)
- અરજદારે રજુ કરવામાં આવેલ માહિતી અને પ્રમાણપત્ર સાચા છે તે પ્રમાણિત કરેલ પરિશિષ્ટ-2 મુજબના નમુનાનું સ્વઘોષણા (self-declaration) અરજદારે રજુ કરવુ.
- રહેવાસી પ્રમાણપત્ર (મામલતદારશ્રી દ્વારા આપવાના થતાં નિયત નમૂના મુજબ)ગ્રામીણ :- AWC જે મહેસૂલી ગામમાં સ્થાપિત હોય ત્યાની ઓછામાં ઓછી એક વર્ષની સ્થાનિક રહેવાસી હોવી જોઈએ. (ગ્રામ પંચાયતનાં વી.સી.ઇ. ધ્વારા ઓનલાઇન અરજી કરી આપવામાં આવશે)શહેરી :- AWC જે ચૂંટણી વોર્ડમાં સ્થાપિત હોય ત્યાની ઓછામાં ઓછી એક વર્ષની સ્થાનિક રહેવાસી હોવી જોઈએ. રહેવાસી પ્રમાણપત્ર જાહેરાત પ્રસિધ્ધ થયા તારીખનાં છ માસથી વધારે જુનુ ન હોવું જોઇએ.
આંગણવાડી કાર્યકર અને તેડાગરની ભરતીમાં કોને અયોગ્ય ગણવામાં આવશે
- ગુનાહિત ઇતિહાસ, પોલીસ ફરીયાદ અથવા કોર્ટ ધ્વારા સજા જાહેર કરેલ હોય.
- નાદાર જાહેર કરેલ હોય.
- સરકારી / અર્ધસરકારી / માનદ સેવામાંથી ફરજ-મોકુફ કરવામાં આવેલ હોય
- એક જ આંગણવાડીમાં એક જ કુટુંબના સભ્યો (સાસુ-વહુ, દેરાણી-જેઠાણી, બે બહેનો, નણંદ-ભાભી)
- સ્થાનિક સ્વરાજની સંસ્થા / વિધાનસભા / લોકસભા અથવા કોઇપણ સરકારી સંસ્થા / રજીસ્ટર સોસાયટી / રજીસ્ટરટ્રસ્ટમાં માનદ વેતનનું અથવા ચુંટાયેલ પદ ધરાવતાં હોય.







aagnvadi
આંગણવાડી
પોલીસ કોસ્ટેબલ
Aaganvadi
Nokari mte
Aaganvadi
આંગણવાડી નોકરી સરકારી હોય છે અને આંગણવાડી ની નોકરી ખુબ જ સારી છે
Shital
Bhabhir
I am interested to job on aanganvadi
Pargi sunitaben hathibhai