- PSI Paper 1 Written Exam Provisional Answer Key Released : જાહેરાત ક્રમાંક:GPRB/202526/1 અન્વયે પો.સ.ઇ. કેડરની લેખિત પરીક્ષા તા.૧૯.૦૪.૨૦૨૬ના રોજ લેવામાં આવેલ. લેખિત પરીક્ષાના પેપર-૧ ની Provisional Answer Key માસ્ટર સેટ પ્રશ્નપત્ર મુજબ જાહેર કરવામાં આવે છે. Provisional Answer Key નીચેની લીંક ઉપર કલીક કરવાથી જોઇ શકાશે.
- ઉમેદવારોએ પોતાના જવાબો માસ્ટર સેટ પ્રશ્નપત્ર સાથે સરખાવીને ચકાસણી કરવાની રહેશે.
- ઉમેદવારે Provisional Answer Key માં જે જવાબની સામે વાંધા /રજુઆત હોય તેની સામે પોતાનો સાચો જવાબ સુચવવાનો રહેશે અને તે જવાબના સમર્થનમાં વધુમાં વધુ ૩ પાનાનો દસ્તાવેજ (સાઇઝ 1 kb થી 1.5 mb વચ્ચેની હોવી જોઇએ) રજુ કરવાનો રહેશે. પુરાવા વગરના વાંધા /રજુઆત ધ્યાને લેવામાં આવશે નહીં
- તા.૦૪.૦૫.૨૦૨૬ના કલાક ૧૭.૦૦ વાગ્યા સુધીમાં ઓનલાઇન જ વાંધા રજુઆત મોકલવાના રહેશે. ઓનલાઇન સિવાય અન્ય કોઇપણ રીતે મોકલવામાં આવેલ તથા તારીખ/સમય વિતી ગયા બાદ મળેલ વાંધા/રજુઆત ધ્યાને લેવામાં આવશે નહી.
| Provisional Answer Key જોવા માટે | અહીં કલીક કરો. |
| ઓનલાઇન વાંધા રજુઆત માટે | અહીં કલીક કરો. |







