- PSI ની પ્રીલીમ અને મેઈન્સ પરિક્ષા એક દિવશે 19 એપ્રીલ 2026 ના રોજ રહેશે.
- PSI ની પ્રીલિમ પરિક્ષા સવારે 9:30 થી 12:30 સમયગાળા દરમિયાન રહેશે , જે કુલ 3 કલાકનું રહેશે MCQ આધારીત રહેશે.
- PSI ની મુખ્ય પરિક્ષા બપોર પછી 3 થી 6 વાગ્યા સુધી રહેશે , જે કુલ 3 કલાકનું રહેશે જે વર્ણનાત્મક રહેશે.
| PSI ના કોલલેટર ડાઉનલોડ કરવા માટે | અહીં ક્લિક કરો |
PSI ની લેખિત પરિક્ષા આપનાર ઉમેદવારો માટે અગત્યની સુચનાઓ
- ઉમેદવારોએ નીચે જણાવેલ તમામ સુચનાઓ વાંચી, સમજી તેનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે.
- 1. પરીક્ષામાં ઉપસ્થિત થવા માટે ઉમેદવારે કોલ લેટર અચૂક સાથે લાવવાનું રહેશે અને સક્ષમ અધિકારી માંગે ત્યારે આપવાનું રહેશે.
- 2. ઉમેદવારે પોતાના ખર્ચે અને જોખમે પરીક્ષાના સ્થળે આવવાનું રહેશે તેમજ કોલલેટરમાં દર્શાવેલ લેખિત પરીક્ષાનું સ્થળ કઇ જગ્યાએ આવેલ છે તેની અગાઉથી ખાત્રી કરી લેવાની રહેશે.
- 3. ઉમેદવારે પોતાની ઓળખ માટેનો પૂરાવો અસલમાં જેવો કે, આધાર કાર્ડ, ડ્રાઇવીંગ લાઇસન્સ, પાન કાર્ડ, ચુંટણી કાર્ડ માંથી કોઇપણ એક પૂરાવો પોતાની સાથે રાખવાનો રહેશે તથા લેખિત પરીક્ષા દરમ્યાન જરૂર જણાયે રજુ કરવાના રહેશે.
- 4. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા આપવામાં આવેલ જાહેરાત ક્રમાંક: GPRB/202526/1ની વિગતવારની સૂચનાઓમાં જણાવ્યા મુજબ પો.સ.ઇ. કેડર માટેની જરૂરી વય મર્યાદા અને શૈક્ષણિક લાયકાત તમે ધરાવો છો તેમ માનીને આ કોલલેટર આપવામાં આવે છે.
- 5. ઓનલાઇન અરજીમાં તમારા દ્વારા દર્શાવવામાં આવેલ અનામત તથા વધારાના ગુણ અંગેની વિગતો મુજબ તમે માન્ય પ્રમાણપત્રો ધરાવો છો તેમ માનીને પો.સ.ઇ. કેડરની આ લેખિત પરીક્ષામાં પ્રવેશ આપવામાં આવે છે.
- 6. જો કોઇપણ તબકકે એમ જણાશે કે આપ નિયમો પ્રમાણે લાયકાત ધરાવતા નથી તો, આપ કસોટીમાં બેઠા હશો અને પાસ જાહેર થશો તો પણ ઉમેદવારી રદ્દ કરવામાં આવશે.
- 7. ભરતી પ્રક્રિયા દરમ્યાન કોઇ૫ણ ઉમેદવાર ગેરલાયક હોવા છતાં, તેમને યાંત્રિક, કલેરીકલ અથવા બીજી કોઇ૫ણ ભૂલના લીધે લાયક ગણવામાં આવેલ હશે અથવા ૫સંદ કરવામાં આવેલ હશે તો, કોઇ૫ણ તબકકે તે રદ થવા પાત્ર રહેશે.
- 8. સરકારશ્રી / નામદાર કોર્ટ તરફથી વખતો વખત જે ચૂકાદો/ નિર્ણય આવશે તે તમામ ઉમેદવારોને બંધનકર્તા રહેશે.
- 9. સાદી કાંટાવાળી ઘડિયાળ રાખી શકશે. ડીજીટલ કે સ્માર્ટ ઘડિયાળ રાખી શકાશે નહીં.
- 10. પેપર-૧ ની પરીક્ષા માટે જણાવેલ કેન્દ્ર (શાળા) ખાતે સવાર કલાક ૦૭:૩૦ વાગ્યે રિપોર્ટ કરવાનો રહેશે. કલાક ૦૮:૩૦ બાદ કોઇપણ સંજોગોમાં પરીક્ષામાં પ્રવેશ આપવામાં આવશે નહીં. જેની તમામ ઉમેદવારોએ ખાસ નોંધ લેવી.
- 11. પેપર-૧ ની પરીક્ષા માટે ઉમેદવારોના બાયોમેટ્રીક/ફોટોગ્રાફ વેરીફિકેશનની કામગીરી પરીક્ષાના દિવસે સવાર કલાક ૦૭:૩૦ થી શરૂ કરવામાં આવશે.
- 12. પેપર-૧ ની પરીક્ષા કલાક ૧૨:૩૦ વાગે પૂર્ણ થયા બાદ, OMR Sheet જમા કરાવી, ઉમેદવારની હાજરીમાં વપરાયેલ OMR Sheet સીલબંધ કવરમાં પેક થયા બાદ તુરત જ ઉમેદવારે વર્ગખંડ અને પરીક્ષા કેન્દ્ર છોડી દેવાનું રહેશે. કલાક ૧૩:૩૦ સુધી ઉમેદવાર પોતાના ખર્ચે ચા-નાસ્તો કરી શકશે.
- 13. પેપર-ર માટે કલાક ૧૩:૩૦ વાગે બાયોમેટ્રીક/ફોટોગ્રાફ વેરીફીકેશન માટે અવશ્ય હાજર રહેવાનું રહેશે. કલાકઃ ૧૪:૧૫ વાગ્યા બાદ કોઇપણ સંજોગોમાં પરીક્ષામાં પ્રવેશ આપવામાં આવશે નહીં. જેની તમામ ઉમેદવારોએ ખાસ નોંધ લેવી.
- 14. ઉમેદવારોનું બાયોમેટ્રીક વેરીફિકેશન કરવાનું હોવાથી ઉમેદવારોએ આંગળી તથા અંગુઠા ઉપર મહેંદી, કંકુ, ચંદન કે અન્ય કોઇ પણ પ્રકારના રંગીન દ્રવ્ય લગાવવા નહિ. આંગળીઓ તથા અંગુઠા બરાબર સાફ કરીને જ આવવાનું રહેશે.
- 15. ઉમેદવારે પેપર-૧ અને પેપર-૨ માટે પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશતા પૂર્વે બાયોમેટ્રીક / ફોટોગ્રાફ વેરીફીકેશન કરાવવું ફરજિયાત છે. આ વેરીફીકેશન કરાવ્યા વિના જો ઉમેદવાર ૫રીક્ષા આ૫શે તો ગેરલાયક ઠરશે. જો ટેકનીકલ/ વહીવટી કારણોસર ઉમેદવારનું બાયોમેટ્રીક વેરીફીકેશન થયેલ ન હોય તો ૫રીક્ષા પૂર્ણ થયા બાદ ૫ણ ઉમેદવારે બાયોમેટ્રીક વેરીફીકેશન કરાવ્યા બાદ જ ૫રીક્ષા કેન્દ્ર છોડવાનું રહેશે. બાયોમેટ્રીક વેરીફીકેશન કરાવ્યા વિનાના ઉમેદવાર ૫રીક્ષા માટે ગેરલાયક ઠરશે.
- 16. પરીક્ષા ચાલુ થયા પછી જયાં સુધી પરીક્ષા પૂર્ણ ન થાય ત્યાં સુધી કોઇપણ ઉમેદવાર વર્ગખંડ છોડી શકશે નહિ. ૫રીક્ષા પૂર્ણ થતાં વર્ગખંડ નિરીક્ષક રજા આપે ત્યારબાદ જ ઉમેદવારે વર્ગખંડ છોડવાનો રહેશે. ઉમેદવારો માટે પીવાના પાણીની સગવડ વર્ગખંડમાં કરવામાં આવેલ છે.
- 17. પુસ્તકો, કાગળ, લખાણ, સાહિત્ય, મોબાઇલ ફોન, ઇયર બર્ડ, કેલકયુલેટર વગેરે જેવા વિજાણું સાધનો રાખવા નહીં. જો આવી વસ્તુઓ આપની પાસેથી મળી આવશે તો આપો આપ તમો ગેરલાયક ઠરશો. તેમજ આવી વસ્તુઓ જપ્ત કરવામાં આવશે. તેમજ જો કોઇ ઉમેદવાર નકલ કરતાં, અન્ય ઉમેદવાર સાથે વાતચીત કે ઇશારો કરતાં, એક બીજાને મદદ કરતા અથવા અન્ય રીતે ગેરરીતિ અને ગેરશિસ્ત આચરતાં જણાશે તો ગેરલાયક ઠરશે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
- 18. પેપર-૧ માં OMR Sheet ની તમામ વિગતો માત્ર બ્લ્યુ / બ્લેક બોલપોઇન્ટ પેનથી જ ભરવી. અન્યથા OMR Sheet તપાસવામાં આવશે નહીં.
- 19. પેપર-૧ માં OMR Sheet માં નિયત જગ્યાએ ઉમેદવારે પોતાની સહી કરવાની ફરજીયાત છે. સહી વગરની OMR Sheet અંગે ભરતી બોર્ડનો નિર્ણય આખરી અને ઉમેદવારને બંધનકર્તા રહેશે.
- 20. OMR Sheetમાં સફેદ શાહી (White Ink)નો ઉપયોગ નિષેધ છે. જો કોઇ પ્રશ્નના જવાબમાં સફેદ શાહી (White Ink)નો ઉપયોગ કરશે તો તે જવાબ ખોટો ગણી ૦.ર૫ ગુણ કાપવામાં આવશે. OMR Sheet શીટમાં છેકછાકવાળા જવાબો, ખોટા જવાબો, ખોટી પધ્ધતિથી ભરેલ જવાબો અથવા એકથી વધુ જવાબોના Negative ગુણ ગણી, આવા પ્રત્યેક જવાબો માટે 0.25 ગુણ કાપવામાં આવશે.
- 21. પેપર-૧ ના પ્રશ્નપત્રમાં PART-A ના પ્રશ્ન ક્રમાંકઃ ૧ થી ૧૦૦ અને PART-B ના પ્રશ્ન ક્રમાંકઃ ૧૦૧ થી ૨૦૦ રહેશે અને OMR Sheet માં જવાબ તે મુજબ આપવાના રહેશે.
- 22. OMR Sheet માં પ્રત્યેક પ્રશ્નનો ઉત્તર A, B, C અને D પૈકી કોઇ એક છે. ઉમેદવારે તમામ પ્રશ્નનો પ્રયાસ કરવાનો રહેશે, જો ઉમેદવાર કોઇપણ પ્રશ્નનો જવાબ A, B, C અને D વિકલ્પમાંથી આપવા માંગતા ન હોય તો તેઓએ OMR Sheet માં વિકલ્પ-E (Not attempted) આપેલ છે તે પસંદ કરવાનું રહેશે. જો કોઇપણ વિકલ્પ પસંદ કરેલ નહીં હોય તો ૦.૨૫ ગુણ નેગેટીવ ગણવામાં આવશે. જો વિકલ્પ-E ૫સંદ કરેલ હશે તો કોઇ ગુણ કા૫વામાં આવશે નહીં.
- 23. પેપર-૨ ગુજરાતી અને અંગ્રેજી ભાષા કૌશલ્ય (વર્ણનાત્મક) નું મૂલ્યાંકન પો.સ.ઇ. કેડરનાં તા.૧૫/૧૧/૨૦૨૫ના પરીક્ષા નિયમોમાં દર્શાવ્યા મુજબ કરવામાં આવશે.
- 24. પેપર-૧ માં પ્રશ્ન૫ત્ર તથા OMR Sheet આ૫વામાં આવે ત્યારે તુરત જ ઉમેદવારે પ્રશ્ન૫ત્ર અથવા OMR Sheet ના છા૫કામમાં કોઇ ખામીઓ હોય અથવા કોઇ પાના ખૂટતા હોય તો તુરત જ વર્ગખંડ નિરીક્ષકનું ધ્યાન દોરી નવી OMR Sheet અથવા પ્રશ્ન૫ત્ર મેળવી લેવાનું રહેશે.
- 25. OMR Sheetમાં નિયત જગ્યા સિવાય અન્ય કોઇપણ જગ્યાએ કોઇ ચિહ્ન/નિશાન કે અન્ય કોઇ વિગત દર્શાવવાની નથી. આવી વિગત દર્શાવનાર ઉમેદવારની OMR Sheet રદ થવાને પાત્ર થશે. OMR Sheet ઉપર દર્શાવેલ બારકોડ સ્ટીકર ઉપર કોઇપણ પ્રકારનું લખાણ કરવું નહીં તેમજ તેની ઉપર કરચલીઓ પાડવી નહિ જેની ખાસ તકેદારી રાખવી.
- 26. પેપર-ર માં પ્રશ્ન સહિતની જવાબવહીના છા૫કામમાં કોઇ ખામીઓ હોય અથવા કોઇ પાના ખૂટતા હોય તો તુરત જ વર્ગખંડ નિરીક્ષકનું ધ્યાન દોરી, નવી પ્રશ્ન સહિતની જવાબવહી મેળવી લેવાની રહેશે.
- 27. પેપર-ર માં પ્રશ્ન સહિતની જવાબવહીમાં દર્શાવ્યા મુજબની વિગત ભરી, પ્રવેશપત્રનો બેઠક ક્રમાંક (Roll Number) તથા બારકોડ સ્ટીકર પરનો બેઠક ક્રમાંક (Roll Number) એક જ છે તે ચકાસીને નિયત જગ્યાએ બારકોડ સ્ટીકર ચોટાડવુ. જો બારકોડ સ્ટીકરમાં કોઇ ખામી હોય તો તુરત જ વર્ગખંડ નિરીક્ષકનું ધ્યાન દોરી નવું બારકોડ સ્ટીકર મેળવી લેવાનું રહેશે. નિયત જગ્યાએ બારકોડ સ્ટીકર ચોટાડ્યા બાદ, વર્ગખંડ નિરીક્ષકની સૂચના મુજબ કાળા રંગનું સ્ટીકર તેના ઉપર ચોટાડવાનું રહેશે.
- 28. પેપર-ર માં નિયત જગ્યા સિવાય કોઇપણ જગ્યાએ પોતાની ઓળખ પ્રસ્થાપિત થાય તેવુ લખાણ કે ચિન્હ કરવાનું રહેશે નહીં.
- 29. પેપર-૨ માં પ્રશ્ન સહિતની જવાબવહીમાં પ્રશ્ન માટે રાખવામાં આવેલ નિયત જગ્યામાં જ જવાબ લખવાના રહેશે. પ્રશ્ન માટે રાખવામાં આવેલ નિયત જગ્યા સિવાય અન્ય જગ્યાએ જવાબો લખેલા હશે તો તે તપાસવામાં આવશે નહીં તેમજ રફકામના ભાગે કોઇપણ પ્રશ્નનો જવાબ લખવાનો રહેશે નહીં, જો રફકામ ઉપર પ્રશ્નનો જવાબ લખવામાં આવેલ હશે તો તે ચકાસણી માટે ધ્યાને લેવામાં આવશે નહીં અને તે પ્રશ્નનો શુન્ય ગુણ આપવામાં આવશે.
- 30. પેપર-૨ માં પ્રશ્ન ક્રમાંકઃ ૧ થી ૫ ના જવાબનું માધ્યમ ગુજરાતી (GUJARATI) અને પ્રશ્ન ક્રમાંકઃ ૬ થી ૮ ના જવાબનું માધ્યમ અંગ્રેજી (ENGLISH) રહેશે અને ઉમેદવારે તે જ માધ્યમમાં જવાબ આપવાના રહેશે અન્યથા જવાબવહી તપાસવામાં આવશે નહિં.
- 31. જવાબ લખવા માટે અલગથી કોઇ પ્રકારની જવાબવહી / પુરવણી આપવામાં આવશે નહીં.
- 32. હાજર રહેલ ઉમેદવારોની સ્કેન કરેલ OMR Sheet, જવાબવહી(Answer Key) તથા પરીક્ષાનું પરીણામ ભરતી બોર્ડની વેબસાઇટ http://gprb.gujarat.gov.in ઉપર મુકવામાં આવશે.
- 33. જો ઉમેદવારને કોઈ મુશ્કેલી જણાય તો ભરતી બોર્ડના હેલ્પલાઇન નંબરઃ (1) 8160880331 (2) 8160853877 તથા (3) 8160809253 ઉપર સવાર કલાકઃ ૧૦:૦૦ થી સાંજના કલાક ૧૭:૩૦ સુધી સંપર્ક કરી શકે છે અથવા જરૂરી પુરાવા સાથે “ગુજરાત પોલીસ ભરતી બોર્ડની કચેરી, બંગલા નંબરઃ ગ-૧૨, સેકટર-૯, સરિતા ઉધાનની નજીક, ગાંધીનગર-૩૮૨૦૦૭“ ખાતે સવાર કલાકઃ ૧૧.૦૦ થી સાંજના કલાકઃ ૧૭.૩૦ વાગ્યા સુધી (જાહેર રજાના દિવસો સિવાય) રૂબરૂમાં સંપર્ક કરી શકે છે.







